તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IIMમાં કોરોના કહેર:​​​​​​​અમદાવાદ IIMમાં કોરોનાના કેસોનો આંકડો 50ને પાર, 5થી વધુ વિદ્યાર્થીઓ સહિત આઠ લોકો પોઝિટિવ આવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27 માર્ચે 109 લોકોના ટેસ્ટ કરાવતાં 8 પોઝિટિવ આવ્યા
  • IIM અમદાવાદ કેમ્પસમાં સાત મહિનામાં કુલ 180 લોકો કોરોનાં પોઝિટિવ
  • IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે

રાજ્યમાં કોરોનાના કેસોમાં હવે અમદાવાદ શહેર ફરી એકવાર હોટ સ્પોટ બની ગયું છે અને અમદાવાદમાં મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ IIMમાં કોરોનાનો કહેર યથાવત છે. IIM કેમ્પસમાં હોળીના તહેવારના દિવસે કુલ 108 લોકોના RTPCR ટેસ્ટ થયા હતા. જેમાં 5થી વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ 8 લોકો પોઝિટિવ આવ્યા છે. 26થી 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા હતા. છેલ્લા 13 દિવસમાં હવે કોરોના પોઝિટિવની સંખ્યા 53 જેટલી થઈ ગઈ છે. જેમાં 42થી વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ 45 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા હતા.

25 માર્ચે 114 લોકોના ટેસ્ટ થયા હતા
IIMA દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ IIMAમાં 27 માર્ચે પણ 109 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા હતા. 26-27 માર્ચે 5 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે તમામ પોઝિટિવ આવ્યા હતા. 25 માર્ચે પણ 114 લોકોના ટેસ્ટ થયા હતા જેમાં 91 RTPCR ટેસ્ટ હતા તેમાં 10 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા હતા.

ન્યૂ IIMની ફાઈલ તસવીર
ન્યૂ IIMની ફાઈલ તસવીર

27 માર્ચ સુધીમાં IIMAમાં 180 પોઝિટિવ કેસ
ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડની વિગતો મુજબ કોરોનાના કેસો વધતા 1 સપ્ટેમ્બર 2020થી કોરોનાના ટેસ્ટ IIM દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમ્યાન લગાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રાક્ટ ઓર કામ કરતા કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બરો જેઓને કોરોનાના લક્ષણો જણાય તેમના ટેસ્ટ કરવામાં આવતા જતા. 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 180 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 76 વિદ્યાર્થીઓ, 4 પ્રોફેસર, 14 ઓન કેમ્પસ અને 27 ઓફ કેમ્પસ સ્ટાફ, 19 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 40 કોમ્પ્યુનીટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો. 31 વિદ્યાર્થીઓ ક્વોરન્ટીન છે.

મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો
મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો

મેચ જોવા ગયેલામાંથી 5 પોઝિટિવ
જેમાં ગત નવેમ્બર 2020માં 15 દિવસમાં 18 લોકો પોઝિટિવ આવ્યા હતા. જ્યારે કોરોનાની બીજી લહેરમાં 12 માર્ચ 2021ના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ હવે કુલ 45 લોકો પોઝિટિવ આવ્યા છે.અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો