તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પતિ સાથેના ઝગડા, સાસુના અનૈતિક સંબંધો અને મામાજીની દારૂ પી બિભત્સ હરકતોથી ત્રાસી અમદાવાદની પરીણિતાનો આપઘાત

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હું પૂજા, મારા સાસરીવાળા બહુ જ ટોર્ચર કરે છે અને મારો પતિ પણઃ મૃતક
  • સાસુનો પ્રેમી ઘરમાં આવીને પૂજાની સામે સીગારેટ પીતો તેને પૂજા રોકતી તો ઝગડો કરતો

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં સાસરિયાઓના ત્રાસથી એક પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરીણિતાની સાસુ પ્રેમ સંબંધ ધરાવતી હતી અને દિયર પણ પોતાના ઘરમાં મિત્રોને બોલાવીને દારૂ અને હુક્કાની પાર્ટી કરતો અને વાસણો પરીણિતા પાસે ધોવડાવતો હતો. સાસુ અને પતિ ગર્ભમાં રહેલા બાળકનું પણ એબોર્શન કરાવવા પરીણિતાને દબાણ કરતાં હતાં. તે ઉપરાંત તેને દહેજ પેટે 15 લાખ લાવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું.

સાસરિયાઓના આ પ્રકારના ત્રાસથી કંટાળીને પરીણિતાએ તેના પતિને આપઘાત કરવાનું જણાવ્યું હતું અને સુસાઈડ નોટ પણ મોકલી હતી. હાલમાં આ કેસમાં સોલા પોલીસે પતિ સહિત પાંચ લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તમામ લોકોની ધરપકડ કરી છે.

પૂજાએ કુણાલ સાથે લવ વિથ એરેન્જ મેરેજ કર્યા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ પટેલની દિકરી પૂજાના લવ વિથ એરેન્જ મેરેજ 2015માં કુણાલ વ્યાસ સાથે થયા હતાં. લગ્ન બાદ તેમની દિકરી પૂજા સાસરીમાં તેના પતિ, દિયર અને સાસુ સાથે રહેતી હતી. શનિવારે તેમના જમાઈ કુણાલભાઈનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે પૂજાએ આપઘાત કરવાનો મેસેજ કર્યો છે અને ફોન ઉપાડતી નથી. જેથી પૂજાના પિતાએ તેના નંબર પર ફોન કરતાં પૂજાએ ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં કૌશિકભાઈ દિકરીના ઘરે પહોંચી ગયાં હતાં. ત્યાં જઈને જોયું તો એમ્બ્યુલન્સ અને અન્ય સંબંધીઓ આવી ગયા હતાં. તેમની દિકરી પૂજા મકાનના ત્રીજા માળે બેડરૂમમાં સૂતેલી હાલતમાં મળી હતી અને એમ્બ્યુલન્સના માણસોએ પૂજા મૃત્યુ પામેલ હોવાનું જણાવ્યું હતું.

મૃતક પૂજાનો પતિ
મૃતક પૂજાનો પતિ

પિતાને સાસરીમાં દિકરી ગળે ફાંસો ખાઈ લટકતી જોવા મળી
કૌશિકભાઇ એ તેમના જમાઈ કૃણાલને પૂછતાં તેઓએ જણાવ્યું કે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે પૂજાએ તમને મેસેજ કર્યો હતો અને સુસાઇડ નોટ નો ફોટો મોકલ્યો હતો. જેથી તેઓ ઘરે આવ્યા હતા અને બેડરૂમ નો દરવાજો અંદર થી બંધ હોવાથી તે તોડી અંદર ગયા હતા. ત્યારે પૂજા પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લટકતી હાલતમાં મળી આવી હતી. પૂજાના પિતા કૌશિકભાઇ એ સ્યુસાઇડ નોટ જોતા તેમાં લખ્યું હતું કે "હું પૂજા, મારા સાસરીવાળા મને બહુ જ ટોર્ચર કરે છે અને મારો ઘરવાળો પણ....એટલે હું સુસાઇડ કરું છું. મારા ફોનમાં બધા મેસેજ છે વાંચી લેજો. મારા છોકરાને એના નાની ના ઘરે રાખવા માગું છું. મારા છોકરાને કોઈ દિવસ અહીયા નહીં આવવા કે લાવવા માટે અરજી કરું છું તેને ફક્ત તેના પિતા મળી શકશે તે પણ મારા પિયરીયાઓની હાજરીમાં" મૃતક પૂજાને લગ્નના થોડા સમય બાદ તેના સાસરિયાઓએ શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

સાસુને નિલેશ પંચોલી સાથે અનૈતિક સંબંધ હતાં
લગ્ન બાદ પૂજાને જાણ થઈ હતી કે શાહીબાગ ખાતે સાધના સોસાયટીમાં આવેલું મકાન જે તેના પતિએ લગ્ન પહેલાં પોતાનું હોવાનું જણાવ્યું હતું. તે હકીકતમાં પૂજાની સાસુ મયુરીબેન કે જેને નિલેશ પંચોલી સાથે અનૈતિક સંબંધ હતા તેના ભાગમાં રાખેલું મકાન હતું. આ નિલેશભાઈ પૂજાની સાસુને રાત્રે મળવા પણ આવતા હતા પૂજાની સાસુ મયુરીબેન તેને ત્રાસ આપતી હોવાથી તે તેના પતિ સાથે અલગ રહેવા જવાની હતી. ત્યારે પણ તેની સાસુએ તેને ગાળો બોલી તેને શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો.

સાસુ ગંદી ગાળો બોલીને શારીરિક અને માનસિક ત્રાસ આપતી હતી( પ્રતિકાત્મક તસવીર)
સાસુ ગંદી ગાળો બોલીને શારીરિક અને માનસિક ત્રાસ આપતી હતી( પ્રતિકાત્મક તસવીર)

ગર્ભવતી પૂજાને એબોર્શન કરાવવા પતિ જ દબાણ કરતો
જ્યારે પૂજાને ગર્ભ રહ્યો હતો ત્યારે તેનો પતિ કૃણાલ બાળક નહીં રાખવા અને એબોર્શન કરાવી દેવા વારંવાર કહેતો અને તે બાબતે ઝઘડો કરતો હતો. જોકે પૂજાએ તેની વાત માનતી ન હતી અને બાળક રાખ્યું હતું તેમ છતાં કૃણાલ તેને હેરાન કરતો હોવાથી કંટાળીને પૂજાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પૂજા જ્યારે સાસરે રહેતી હતી ત્યારે તેની સાસુ મયુરીબેન નિલેશને વારંવાર ઘરે બોલાવતી હતી અને અનૈતિક સંબંધ હોવાથી આ નિલેશભાઈ રાત્રે પૂજાની સાસુ સાથે જ રહેતા હતા અને પૂજાના પુત્ર સામે સિગરેટ પીતા હોવાથી તેઓને ના પાડતાં તેઓ પણ બોલાચાલી ઝઘડો કરતા હતા.

દહેજ પેટે 15 લાખ રૂપિયા પણ માંગી ત્રાસ અપાતો
પૂજાના મામાજી કનુભાઈ પણ તેઓની સાથે રહેવા આવ્યા હતા અને બાદમાં રોજ દારૂ પીને ઘરે આવતા અને પૂજા તથા તેના પુત્ર સામે બીભત્સ વર્તન કરી કપડાં પહેરવાનું પણ ધ્યાન ન રાખી અવારનવાર પૂજા સાથે ઝઘડો કરતા હતા. પૂજાના દિયરને દેવું થઈ ગયું હોવાથી પૂજાના દાગીના સાસરિયાઓ વેચી આવ્યા હતા અને દિયર યસનું દેવુ પૂરું કર્યું હતું અને બાદમાં દહેજ પેટે 15 લાખ રૂપિયા પણ માંગી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા.

મામાજી પણ પરીણિતાની સામે બિભત્સ વર્તન કરતો ( પ્રતિકાત્મક તસવીર)
મામાજી પણ પરીણિતાની સામે બિભત્સ વર્તન કરતો ( પ્રતિકાત્મક તસવીર)

દિયર ઘરમાં મિત્રો સાથે દારૂ અને હુક્કાની પાર્ટી કરતો
પૂજાનો દિયર યસ અવારનવાર તેના મિત્રોને બોલાવી દારૃ અને હુક્કાની ઘરે પાર્ટીઓ કરાવતો અને પૂજા બહેન પાસે વાસણો ધોવડાવી તેને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો. જ્યારે પૂજાના પિતા એ વોટ્સએપમાં મેસેજ જોયા ત્યારે જમાઈ કુણાલે પૂજા સાથે છેલ્લા બે દિવસથી ઝઘડો કરી તેને ત્રાસ આપ્યો હતો અને તેના કારણે પૂજાએ આપઘાત કરી લેતાં સમગ્ર બાબતને લઈને સોલા પોલીસે મૃતક મહિલાના પતિ કૃણાલ વ્યાસ, સાસુ મયુરીબેન વ્યાસ, દિયર યશ વ્યાસ, સાસુના પ્રેમી નિલેશ પંચોલી સહિતના પાંચ લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નથી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...