સાવધાન અમદાવાદીઓ:અમદાવાદની હોટલમાં AMCએ લીધેલા પનીર, તંદૂરી ચીકન, ચવાણાવાળાની સેવ તથા બટાટા અને કેળાની વેફર્સના નમૂના ફેલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેળાની વેફર્સ, બટાકાની વેફર્સ સહિતના નમૂના પણ અપ્રમાણિત
  • 8 જેટલા નમૂના અપ્રમાણિત આવતા સંચાલકો સામે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરાશે

તહેવારોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઓગસ્ટ મહિનામાં શહેરમાં આવેલી અલગ અલગ મીઠાઇ, નમકીન, બેકરી પ્રોડક્ટ, ડેરી, હોટલ વગેરેમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં 164 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતાં. જેમાં પનીર, બટાકાની વેફર, કેળાની વેફર અને નોનવેજ અપ્રમાણિત હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદમાં હોટલમાં પનીરના શાક ખાતા પહેલા વિચારવું પડે તેવું AMCએ લીધેલા નમૂના ફેલ જતાં સાબિત થયું છે.

ફૂડ એન્ડ સેફ્ટી અંતર્ગત કાર્યવાહી કરાશે
8 જેટલા નમૂના અપ્રમાણિત આવતા તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશનના ફૂડ એન્ડ હેલ્થ વિભાગે સપ્ટેમ્બર માસમાં 17 તારીખ સુધીમાં 125 જેટલા નમૂના લીધા છે. જેમાં મોદક લાડુ અને મગસના 13 નમૂના લીધા છે, દૂધની બનાવટ (સ્વીટ)ના 11 નમૂના લીધા છે, બેકરી પ્રોડક્ટના 3 નમૂના લીધા છે, નમકીનના 2 નમૂના લીધા છે, બેસનના 4 નમૂના લીધા છે, મસાલાનાં 7 નમૂના લીધા છે જ્યારે અન્ય 5 નમૂના લીધા છે. આ તમામ 125ના પરિણામ બાકી છે.

મોટા ભાગના નમૂના ફેલ
ઓગસ્ટ માસમાં ફૂડ એન્ડ હેલ્થ વિભાગના લીધેલા નમૂનામાં વસ્ત્રાલમાં ધ એમીનેટ રેસ્ટોરાં એન્ડ બેંકવેટમાંથી પનીરના નમૂના, વસ્ત્રાલની ઉમિયા ડેરીમાંથી પનીરના નમૂના, ભૈરૂનાથ જૈન ચવાણામાંથી બટાટાની વેફર, કુબેરનગરમાં આવેલા શિવશંકર પાપડ પ્રોડક્ટ્સમાંથી ફ્રાયમ્સ, કાલુપુરમાં આવેલી આર એસ એસ કેળાં વેફર્સમાંથી કેળાં વેફર્સ, નરોડામાં ન્યુ મરાઠા નોન વેજ હોટલમાંથી તંદૂરી ચીકન મસાલા, મણિનગરમાં ચેતક ચવાણા માર્ટમાંથી ઝીણી સેવ, માધુપુરામાં સાવન લાઈવ કેળાં વેફર્સમાંથી કેળાં વેફર્સના નમૂના અપ્રમાણિત હોવાનુ બહાર આવ્યું છે. આ તમામ 8 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત લાયસન્સ અને રજિસ્ટ્રેશન વગર તેઓ ધંધો કરશે અથવા હલકી કક્ષાની ગુણવત્તાવાળા માલ બનાવવા કે સંગ્રહ કરનાર સામે કાર્યવાહી થશે.