તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની સારવાર અંગે નિર્ણય:ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા માટે પાંચ ક્રાઇટેરિયા નક્કી કરાયાં, લક્ષણો નહીં હોય તો હોમ આઇસોલેશનમાં રખાશે

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર.
  • 60 વર્ષથી ઉપરના અને અન્ય બીમારીની સારવાર ચાલતી હશે તો તેમને પ્રાથમિકતા અપાશે

હવે અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન દ્વારા પાંચ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યાં છે, જે મુજબ દર્દીઓને દાખલ કરાશે, એમ એસોસિયેશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ કહ્યું છે. નક્કી કરેલાં પાંચ ક્રાઇટેરિયા સિવાય જો કોઈ દર્દી દાખલ થવા ઇચ્છશે તો જે-તે હોસ્પિટલના ડોક્ટરો દર્દીની સ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ શકશે.

કારણ શું? - મ્યુનિ.ની તપાસમાં ખાનગી હોસ્પિટલો લક્ષણ વગરના દર્દીઓને પણ દાખલ કરી દેતા હોવાથી બેડની અછત ઊભી થઈ હતી. અનૈતિક અને ગેરકાયદે પ્રેક્ટિસ અટકાવવા હોસ્પિટલોને તાકીદ કરી ક્રાઈટેરિયા નક્કી કરવા કહેવાયું હતું.

અગાઉથી બીમારી હશે એ દર્દીઓને પ્રાયોરિટી અપાશે
આ ઉપરાંત અગાઉથી જ દર્દીને કોઈ અન્ય બીમારી હોય અથવા સારવાર ચાલતી હોય તેવી વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગે તો તેમને પ્રાયોરિટી આપવામાં આવશે. લીવર, કિડની, ટ્રાન્સપ્લાન્ટ, HIV ઇન્ફેક્શનના દર્દીને તાત્કાલિક સારવાર મળે એ માટે પ્રયત્નો કરવામાં આવશે.

આ પાંચ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યાં
1.
60 વર્ષથી ઉપરના દર્દીને પ્રાથમિકતા અપાશે. આ ઉપરાંત જો દર્દીને અન્ય કોઈ બીમારી અથવા સારવાર ચાલતી હશે તો તેમને વધુ પ્રાથમિકતા અપાશે.
લિવર, કિડની ટ્રાન્સપ્લાન્ટ, એચઆઈવી, ઇન્ફેક્શનના દર્દીને તાત્કાલિક સારવાર મળે એ અંગે પ્રાથમિકતા અપાશે.
2. દર્દીનું ત્રણ દિવસનું તાપમાન 101 હોય તેવા દર્દીને દાખલ કરાશે.
3. દર્દીના શરીરમાં ઓક્સિજન (SPO2)નું પ્રમાણ 94 ટકા કરતાં ઓછું થઈ જાય તેમને પ્રાધાન્ય અપાશે.
4. જે દર્દીઓને શ્વાસમાં તકલીફ પડતી હોય તેમને તાત્કાલિક સારવાર અપાશે.
5. ફેફસાં સિવાય શરીરનાં કોઈપણ અંગમાં તકલીફ હશે તો તેમને દાખલ કરાશે.

લક્ષણ નહીં હોય તો દાખલ નહીં કરે
આ 5 ક્રાઈટેરિયા સિવાય જો કોઈ કોવિડનો દર્દી દાખલ થવા ઈચ્છશે તો જે-તે હોસ્પિટલના ડોકટર સ્થિતિ મુજબ નિર્ણય લેશે. આ મામલે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિયેશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે ખાનગી હોસ્પિટલમાં સીધા દર્દીઓને દાખલ નહિ કરવામાં આવે. જે ડોકટરના રેફરન્સથી દર્દી આવે છે તેનો ક્રાઇટેરિયા નક્કી કરી અને દાખલ કરવામાં આવશે. જેને કોઈ લક્ષણ નથી અને તાવ નથી તો દાખલ નહિ કરવામાં આવે. તેમને હોમ આઇસોલેશનમાં જ રાખવામાં આવશે. ડોકટરો જ હવે નક્કી કરી તેમને દાખલ થવા અંગે જાણ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો