અમદાવાદ:હાથીજણ સર્કલથી રામોલ રિંગરોડ તરફ જતા માર્ગ પર હિટ એન્ડ રન, એક્ટિવા ચાલક યુવતીનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના હાથીજણ સર્કલથી રામોલ રિંગરોડ તરફ જતા માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યો વાહન ચાલક એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લઈ ફરાર થઈ ગયો છે. આ યુવતીનું ઘટના પર જ કરુણ મોત થયું હતું. આ ઘટનાને પગલે રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. મૃતક યુવતી અંગે તપાસ કરી તેના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.

2019માં અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓની સંખ્યા 7 વર્ષમાં વધીને બમણી
વર્ષ 2019માં સમગ્ર શહેરમાં માર્ગ અકસ્માતમાં 423 લોકોનાં મોત થયાં હતા, જે 2013 પછીનો સૌથી મોટો જાનહાનિનો આંકડો છે. સિટી ટ્રાફિક પોલીસના આંકડા મુજબ વર્ષ 2019માં અકસ્માતની 405 ઘટનાઓ બની હતી. જેમાં 423 લોકોનો મોત થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં 341 પુરુષ અને 82 મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓની સંખ્યા છેલ્લા 7 વર્ષમાં વધીને બમણી થઈ છે. વર્ષ 2013માં 42 મહિલાઓએ જીવ ગુમાવ્યા હતા. 2019માં દુર્ઘટનાઓની સંખ્યા ઘટી હોવા છતાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી છે. ટ્રાફિક પોલીસ મુજબ 2018માં અકસ્માતના 1371 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...