તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃતક મહિલાના ભાઈનો વલોપાત:મારી બેન અને તેનો પરિવાર વિખેરાઈ ગયો, બાળકો મા વિનાના થઈ ગયા, વરસાદમાં લોકો બહાર નીકળ્યા અને જીવ ગયો

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
ડાબેથી મૃતક મહિલાના ભાઈ અને મૃતક સંતુબેન
  • 108માં ફોન કર્યો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી પણ સંતુ બેન મૃત્યુ પામ્યા હતા
  • અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે રાત્રે 12:30 વાગે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં સંતુબેન નામના એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. શહેરના શિવરંજની પાસે આવેલા બીમાનગર પાસે દરરોજ અનેક ગરીબ લોકો જીવનનો સંઘર્ષ કરતા ફૂટપાથ પર દિવસ-રાત વિતાવે છે. પરંતુ સોમવારે રાતે બેફામ બની કાર રેસ લગાવી રહેલા નબીરાઓએ કાર એવી તો ફૂલ સ્પીડે ચલાવી કે એક મહિલાને મોતના મુખમાં ધકેલી તો ત્રણને હોસ્પિટલની પથારી પર.

આ બનાવમાં મૃતક મહિલાના ભાઈ નારણભાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારી બેનનું મોત થતા તેનો પરિવાર વિખેરાઈ ગયો છે. બાળકો મા વિનાના થઈ ગયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મજૂરીકામે આવેલો પરિવાર ફૂટપાથ પર સૂતો હતો ને રાત્રે 12:30 વાગે કારનાં પૈડાં ફરી વળ્યાં

રેન બસેરામાંથી ચાલુ વરસાદે પરિવાર બહાર આવ્યો હતો
રેન બસેરામાંથી ચાલુ વરસાદે પરિવાર બહાર આવ્યો હતો

રેન બસેરામાંથી પરિવાર બહાર આવ્યો અને મારી બેનનો જીવ ગયો
નારણભાઈએ ભીની આંખે આગળ જણાવ્યું કે રાતના 12 વાગ્યાના અરસામાં વરસાદ વરસી રહ્યો હતો. બધા ગરીબ પરિવારની જેમ સતુંબેન પણ રેન બસેરામાં હતા અને બહાર આવ્યા. તેઓ અમુલ પાર્લર પાસે હતા, ત્યારે એક કાર ત્યાં આવી અને તેમને કચડી નાખ્યા. અકસ્માતમાં સંતુબેન 10 ફૂટ સુધી ફગોળાયા હતાં. ત્યાર બાદ લોકો ભેગા થવા લાગ્યા પણ કારમાં બેસેલા લોકો ભાગી ગયા હતા.

આ પણ વાંચોઃ મધરાતે ગરીબ પરિવારને ફૂટપાથ પર ફંગોળી ભાગી જનાર શૈલેષ શાહ પરિવાર સાથે રાતોરાત ગાયબ

બીજી બાજુ લોકોએ 108માં ફોન કર્યો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી પણ સંતુ બેન મૃત્યુ પામ્યા હતા. જ્યારે ત્રણ બાળકો ઇજાગ્રસ્ત હતા. બીજા લોકો સારવાર માટે કરગરી રહ્યા હતા. આ અંગે જાણ કરતા થોડી વાર બાદ પોલીસ આવી અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ ગયા હતા. બીજી તરફ અન્ય લોકોને વતન દાહોદ મોકલવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મારી બેન અને તેનો પરિવાર વિખેરાઈ ગયો, વરસાદમાં એ બહાર નીકળ્યા અને જીવ ગયો.

આ કરૂણાંતિકાથી રેન બસેરામાં રહેતા શ્રમજીવીઓ શોકમાં ગરકાવ થયા હતા
આ કરૂણાંતિકાથી રેન બસેરામાં રહેતા શ્રમજીવીઓ શોકમાં ગરકાવ થયા હતા

2013માં વિસ્મય શાહ હિટ એન્ડ રનમાં બે બાઈક સવારના જીવ ગયા
24 ફેબ્રુઆરી 2013ના રોજ BMW લઈને જઈ રહેલા વિસ્મયે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના મોત થયા હતા. ત્યાર બાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. વિસ્મય વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી. 27 ફેબ્રુઆરી 2013ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યાર બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી. રાહુલ-શિવમના માતા-પિતાને 5-5 લાખ વળતર આપવા આદેશ કર્યો હતો.