તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાર યાદીમાંથી નામ ડિલીટ થવાનો વિવાદ:મતદાર યાદીમાં અમદાવાદના ઘાટલોડિયાના પૂર્વ કોર્પોરેટર જતીન પટેલનું નામ દાખલ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
જતીન પટેલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
જતીન પટેલની ફાઈલ તસવીર.

પાટીદારોના ગઢ ગણાતા ઘાટલોડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જતાં ચૂંટણી લડવા સામે પ્રશ્ન ઊભો થયો છે. જેને પગલે જતીન પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે હાઈકોર્ટે જતીન પટેલનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે આદેશ કર્યો છે.

આ પહેલા જતીન પટેલે પિતાનું નામ કમી કરવા માટે અરજી આપી હતી. જેમાં કલેક્ટર ઓફિસ દ્વારા પિતાના બદલે તેમનું નામ જ ડિલીટ કરી દેતાં વિવાદ થયો છે. તાજેતરમાં જતીન પટેલને મૌખિક રીતે મોવડીમંડળ દ્વારા ચૂંટણી લડવાની તૈયારી કરવા કહેવાયું હતું ત્યારે મતદાર યાદી જોતાં પોતાનું નામ ડિલીટ થઈ ગયાનું ખબર પડી હતી. હાલમાં મતદાર યાદી ફ્રીજ થઈ ગઈ છે. જો મતદાર યાદીમાં નામ નહીં ઉમેરાય તો જતીન પટેલ ઉમેદવારી કરી શકશે નહીં.

થોડા સમય પહેલાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલતો હતો ત્યારે તેમણે પોતાના પિતાનું અવસાન થતાં તેમનું નામ કમી કરવા માટે ફોર્મ ભર્યું હતું. પિતાનું નામ કમી કરવાને બદલે કલેક્ટર ઓફિસ દ્વારા જતીન પટેલના નામ પર જ ડિલીટનો સિક્કો વાગી ગયો હતો. છેલ્લી બે ટર્મથી જતીન પટેલ ઘાટલોડિયામાં સતત ચૂંટાઈ આવે છે. કલેક્ટરે કહ્યું કે, અમને રજૂઆત મળી છે અને આ અંગે તપાસ પણ શરૂ કરી છે.

ટેક્નિકલ ભૂલ હોવાથી સુધારો જરૂરી
કોર્પોરેટર જતીન પટેલે કહ્યું હતું કે, બુધવારે સાંજે મતદાર યાદીમાં નામ ચેક કર્યું ત્યારે ડિલીટ થઈ ગયાની ખબર પડી હતી. આ પછી કલેક્ટર ઓફિસમાં આ સુધારવા અરજી કરી છે. ટેક્નિકલ ભૂલ હોવાથી કલેક્ટર ઓફિસે તેમાં સુધારો કરી આપવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો