સુનાવણી:અમદાવાદમાં IIT -RAMમાં ડિનની નિમણૂંકનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, હાઈકોર્ટે સત્તાધિશોને નોટીસ ફટકારી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • આ કેસની વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે

અમદાવાદની પ્રતિષ્ઠિત એવી IIT -RAM એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટમાં ડિનની નિમણૂકનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. IIT -RAMના એક સિનિયર અધ્યાપકે યુનિવર્સિટી એકટ વિરુદ્ધ જઈને ડિનની નિમણૂક પૂર્વગ્રહ રાખીને નહીં કરવામાં આવી હોવાના દાવા સાથેની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. તે સાથે જ યુનિવર્સિટીના કાયદાથી વિરુદ્ધ જ આસિસ્ટન્ટ ડિનની નિમણૂક કરી દેવામાં આવી હોવાની દાદ માંગવામાં આવી છે. જેને લઇને હાઈકોર્ટે IIT-RAM ના સત્તાધીશોને નોટિસ ફટકારી છે. આ કેસમાં 17 મી ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અમદાવાદના ખોખરા વિસ્તારની IIT-RAMમાં દિપાંકર દેવ નામ સિનિયર અધ્યાપકે ડિનની નિમણૂક ન કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટનો સહારો લીધો છે. તેમનો દાવો છે કે ડિનના પદ માટે કોલેજમાં તેઓ એકમાત્ર લાયકાત ધરાવતા અધ્યાપ છે. જોકે પૂર્વગ્રહ રાખી યેનકેન પ્રકારે તેમને આ પદ પરથી દૂર રાખવા માટે કોલેજના ડીનની જગ્યાએ 6 આસિસ્ટન્ટ ડિનની નિમણૂક કરી દેવામાં આવી છે. જેથી જે ન માત્ર IIT -RAMના સ્ટેચ્યુટરી પ્રોવિઝન પરંતુ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારાધોરણની વિરુદ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

IIT -RAM એ ટેકનોલોજી અને રિસર્ચ ની સાથે સાથે મેનેજમેન્ટ ના અભ્યાસ માટે પ્રતિષ્ઠિત સંસ્થા માનવામાં આવે છે વર્ષ 2013માં તેની સ્થાપના થઇ હતી જેમાં હાલ અંદાજે 50થી વધારે કેટલા પ્રોફેસર કાર્યરત છે. વર્ષ 2020માં જ ડિનની જગ્યા ખાલી પડી છે. આ બાબતે અરજદાર અધ્યાપક એ જણાવ્યું કે કોલેજમાં કાર્યરત અધ્યાપકો પૈકી કાયમી અધ્યાપક તરીકે એક માત્ર તેઓ છે. સંસ્થા એકેડેમિક કાઉન્સિલની રચના માટે ડિનની નિમણુંક થવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...