લગ્નેતર સંબંધોથી ગુજારાતા ત્રાસ!:અમદાવાદમાં ઘરેલું હિંસાના રોજના સૌથી વધુ સરેરાશ 23, લગ્નેતર સંબંધનો 1 કોલ મળે છે

અમદાવાદ6 દિવસ પહેલાલેખક: ચિંતન રાવલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અભયમને 6 વર્ષમાં રાજ્યમાંથી ઘરેલું હિંસાના 3.5 લાખ કોલ મળ્યા

મહિલા હેલ્પલાઈન અભયમને છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાંથી ઘરેલું હિંસાના 3.5 લાખથી વધુ કોલ મળ્યા છે. આ સમય દરમિયાન માત્ર અમદાવાદમાંથી 50,579 કોલ નોંધાયા છે. રાજ્યમાંથી દર મહિને સરેરાશ 4865 અને રોજના 162 કોલ આવે છે. મહિલા હેલ્પલાઈનને મળતા કુલ કોલમાંથી રોજ સરેરાશ 7 તો પતિના લગ્નેતર સંબંધોથી ગુજારાતા ત્રાસના છે.

અમદાવાદમાંથી સૌથી વધુ 3007 કોલ મળ્યા
​​​​​​​
પતિ કે પત્નીના આડાસંબંધની ફરિયાદ કરતાં રાજ્યમાંથી કુલ 16,537 અને અમદાવાદમાંથી સૌથી વધુ 3007 કોલ મળ્યા હતા. મહિલા હેલ્પલાઈનને ઘરેલું હિંસા માટે આવતા કોલમાંથી મોટાભાગના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવાં શહેરોના જ છે. રાજ્યમાંથી દર મહિને ઘરેલું હિંસાના સરેરાશ 4865 અને રોજના સરેરાશ 162 કોલ મળે છે.

તરછોડાયેલા વૃદ્ધના મહિને 24 કોલ
પરિવાર હોવા છતાં છેલ્લા 6 વર્ષમાં બેસહારા બનેલા વૃદ્ધો તરફથી 1763 એટલે કે દર મહિને સરેરાશ 24 કોલ આવે છે. વૃદ્ધોની સૌથી વધુ ફરિયાદ મિલકત માટે પરિવારના સભ્યો જ ઝઘડો કરતા હોવાની કે મિલકત નામે કરાવ્યા પછી માતા-પિતાને તરછોડવાની હોય છે.

શહેરવૃદ્ધોએઘરેલું હિંસાનાલગ્નેતર
માગેલી મદદકોલસંબંધો
અમદાવાદ31050,8793007
વડોદરા20631,9101879
રાજકોટ18327,3401155
સુરત12826,8481638
જામનગર66--
કચ્છ-16,448
ભાવનગર-15,533717
પંચમહાલ-13,579
અન્ય સમાચારો પણ છે...