રેલવે:અમદાવાદ - ગોરખપુર એક્સપ્રેસ ડબલિંગના કારણે અન્ય રૂટ પર દોડશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વારાણસી ડિવિઝનમાં ઔડીહાર - તારો સેક્શનમાં ટ્રેક ડબલિંગની કામગીરી ચાલી રહી છે. 25 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી અમદાવાદ ડિવિઝનથી દોડતી અમદાવાદ - ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસ બદલાયેલા રૂટ પર દોડશે. અમદાવાદથી ઊપડી આ ટ્રેન વારાણસી પહોંચી ત્યાંથી જૌનપુર, શાહગંજ અને મઉ થઈને ચાલશે. પરત ફરતા આ ટ્રેન મઉ, શાહગંજ, જૌનપુર અને વારાણસી થઈને દોડશે.

અન્ય સમાચારો પણ છે...