દાગીના ચોર ઝડપાયા:અમદાવાદની સોના ચાંદીની દુકાનોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ, પોલીસે દાગીના સહિત દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
પોલીસે બાતમીને આધારે બે મહિલાઓને ઝડપી
  • દુકાનદારની નજર ચૂકવીને આ ગેંગ દાગીનાની ચોરી કરતી હતી.

અમદાવાદમાં ઘરફોડ, લૂંટ અને સ્નેચિંગના ગુનાઓમાં મોટો વધારો થયો છે. શહેરમાં એકલ દોકલ રહેતા વૃદ્ધો પણ સલામત નથી. ત્યારે શહેરમાં સોના ચાંદીની દુકાનોમાંથી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. નારોલ પોલીસે આ ગેંગ પાસેથી સોનાના દાગીના સહિત કુલ દોઢ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.

પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને ચોરોને ઝડપ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે નારોલ સર્વેલન્સ સ્કવોર્ડના અધિકારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યાં તેમને બાતમી મળી હતી કે, કાજલ ઠાકોર તથા તેજલ દંતાણી નામની બે સ્ત્રીઓ કોઈ જગ્યાએથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ મુદ્દામાલ સગેવગે કરવા સારુ પગે ચાલતા રંગોલીનગર તરફથી આવી નારોલ સર્કલ તરફ જનાર છે.જેમાં કાજલ ઠાકોરે કાળા લાલ તથા લીલા કલરના ફુલોની ભાતવાળી સાડી પહેરેલ છે. તથા તેજલ દંતાણીએ લાલ તથા કાળા કલરની ટી શર્ટ તથા કાળા કલરનો લાલ ટપકાવાળો લેંઘો પહેરેલ છે. પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવીને આ મહિલાઓને ઝડપી લીધી હતી. પોલીસને તેમની પાસેથી અલગ અલગ પ્રકારના દાગીના મળી આવ્યા હતાં.

નારોલની બે દુકાનોમાંથી ચોરી કર્યાનું કબૂલ્યું
સર્વેલન્સ સ્કોડના અધિકારીઓપોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન પેટ્રોલિંગ ફરતા ફરતા નારોલ રંગોલીનગર બ્રિજ ગરનાળા પાસે આવતાં બાતમી મળેલ કે “ જે બાતમી આધારે વોચમા રહેતા બાતમી હકીકતમાં જણાવેલ વર્ણનવાળી બે સ્ત્રીઓ આવતાં તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓના કબ્જામાંથી અલગ અલગ સોનાના દાગીનાઓ મળ્યા હતાં. પોલીસે તેમની પુછપરછ કરતાં તેઓએ આજથી સાતેક દિવસ અગાઉ નારોલ મોની હોટલના ખાંચામાં આવેલ એક સોનાની દુકાન તેમજ નારોલ નંદનવન રેસીડેન્સી પાસે આવેલ એક સોનાની દુકાન એમ બંને દુકાનોમાંથી સોનાના દાગીનાઓની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

આરોપીઓ દુકાનદારની નજર ચૂકવીને ચોરી કરતાં
આ બાબતે તપાસ કરતાં નારોલ પોલીસ સ્ટેશન પાર્ટAમાં આ મુજબનો ગુનો નોધાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલની સો ટકા રિકવરી કરી નારોલ પોલીસ સ્ટેશનનો મિલ્કત સબંધી અનડીટેકટ ગુનો શોધી કાઢી કાઢ્યો હતો.આરોપીઓએ અલગ અલગ સોના ચાંદીના ઘરેણાની દુકાનોમાં સુમહમાં જઈ તે પૈકીના એક અથવા બે મહિલાઓ જુદા જુદા ઘરેણા જોવામાં સોનીને વ્યસ્ત રાખી અન્ય ગેંગના સભ્યો નજર ચુકવીને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત

  • 30 ગ્રામનું સોનાનું મંગળ સુત્ર પેડલ સાથે કિંમત આશરે 75000
  • સોનાની ઝુમર નંગ-01, 3.5 ગ્રામની બુટ્ટી કિંમત આશરે 8750
  • બે નાકા વાળૂ પેંડલ ૩ ગ્રામનુ આશરે કિંમત 7500
  • નાકની કાટી 21 ગ્રામ આશરે કિંમત 52500
  • કાનની કડી નંગ બે ૦૪ ગ્રામ કિંમત આશરે 10000