અસુવિધા:દરવાજો બંધ ન થતાં અમદાવાદ, ગોવા ફ્લાઈટ રનવેથી પાછી ફરી; થોડીવાર માટે 150 પેસેન્જરના જીવ પડીકે બંધાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર
  • ટર્મિનલ પર આવ્યા પછી પણ ખામી દૂર ન થતાં ફ્લાઈટ રદ કરી પેસેન્જરોને અન્ય ફ્લાઈટમાં ગોવા મોકલવામાં આવ્યા

અમદાવાદથી 150 જેટલા પેસેન્જરો સાથે સ્પાઈસ જેટની ફ્લાઈટ ગોવા જવા રવાના થઈ હતી. આ ફ્લાઈટ રનવે પર દોડી રહી હતી ત્યારે ફ્લાઈટનો દરવાજો પૂર્ણ રીતે બંધ નહીં હોવાનું અને તેમાં એરર હોવાનું પાઈલટના ધ્યાને આવ્યું હતું. જેના પગલે આ ફ્લાઈટ રનવેથી ટેકઓફ કરે તે પહેલા જ પરત ટર્મિલન પર લાવવામાં આવી હતી. જ્યાં એરલાઈન્સના ટેકનિશિયનોએ દરવાજાની ખામી દૂર કરવાની કોશિશ કરી હતી પરંતુ તે દૂર ન થતા આ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઈટના તમામ પેસેન્જરોને અન્ય ફલાઈટમાં ગોવા મોકલવામાં આવ્યા હતા.

એરપોર્ટ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી ગોવા જવા માટે ફ્લાઈટ રવાના થઈ હતી. પરંતુ આ ફ્લાઈટનો દરવાજો બરાબર બંધ ન હોવાનું પાઈલટના ધ્યાને આવ્યું હતું. જેથી પાયલટે એટીસી અધિકારીઓનું ધ્યાન દોરી ફ્લાઈટ પરત લાવવાની મંજૂરી માગી હતી. ફ્લાઈટ પરત ફરતા પહેલા તો ટેકનિશિયનોએ દરવાજો સેટ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમાં સફળતા ન મળતા તમામ પેસેન્જરોને ઉતાર્યા બાદ બીજી ફ્લાઈટની વ્યવસ્થા કર્યા બાદ તેમને ગોવા રવાના કરવામાં આવ્યા હતા. જેના પગલે પેસેન્જરોને લગભગ 2 કલાક જેટલો સમય ટર્મિનલ પર વધુ રોકાવાની ફરજ પડી હતી. એરલાઈન્સ દ્વારા પેસેન્જરો માટે ચા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...