વિશ્વાસઘાત:​​​​​​​યુવકે એક જ સમાજની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અલગ-અલગ હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો, હવે છોડીને ભાગી ગયો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • એક જ સમાજના હોવાથી પ્રસંગોમાં આવતા જતા યુવતીની આંખ મળી જતા પ્રેમ થયો હતો
  • લગ્ન કરવાની લાલચ આપી યુવતી પર અનેક વખત દુષ્કર્મ ગુજાર્યો
  • બાપુનગર પોલીસે દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથધરી

બાપુનગરમાં રહેતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને યુવકે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોટલોમાં લઈ જઈને અનેક વખત દુષ્કર્મ ગુજાર્યો હતો. જોકે એક વખત યુવતીએ યુવકને લગ્ન કરવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવકે યુવતીને મારે તારી સાથે લગ્ન નથી કરવા તેમ કહીને ઝઘડો કરીને જતો રહ્યો હતો. જેથી યુવતીએ આ અંગેની જાણ તેના પરીવારને કરી હતી. બાદમાં યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહીતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

લગ્ન કરી લઈશુ તેમ કહીં યુવતીને ફસાવી હતી
બાપુનગરમાં 27 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. યુવતી તેના સમાજમાં અવાર નવાર પ્રસંગો હોવાથી જતી હતી ત્યાં એક 27 વર્ષીય યુવક સાથે આંખો મળી હતી. જોકે બાદમાં બંન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી અને મોબાઈલમાં મેસેજો અને કોલથી વાતો કરવા લાગ્યા હતા. આ દરમિયાન યુવકે યુવતીને આપડે એક જ સમાજના હોવાથી લગ્ન કરી લઈશુ તેમ કહીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને યુવતીને મળવા માટે બોલાવી હતી. જેથી યુવતી યુવકને મળવા ગઈ ત્યારે યુવક યુવતીને એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. જો કે તે પહેલા યુવતીએ ના પાડી ત્યારે યુવકે આપડે લગ્ન કરવાના જ છે તેમ કહીને યુવતીને વિશ્વાસમાં લઈને દુષ્કર્મ ગુજાર્યો હતો.

અલગ અલગ હોટલોમાં લઈ જઈને દુષ્કર્મ ગુજારતો
બાદમાં આ યુવક અવાર નવાર યુવતીને અલગ અલગ જગ્યાએ મળવા બોલાવતો હતો અને અલગ અલગ હોટલોમાં લઈ જઈને દુષ્કર્મ ગુજારતો હતો. બાદમાં બે દિવસ પહેલા યુવકે યુવતીને મળવા માટે બોલાવી હતી. જેથી યુવતી તેને મળવા માટે ગઈ ત્યારે તેણે યુવકે યુવતીને એક હોટલમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને મારે તારી સાથે લગ્ન નથી કરવાના તેમ કહીને ઝઘડો કરીને ત્યાંથી જતો રહ્યો હતો. જેથી યુવતી ઘરે પહોંચી હતી બાદમાં તેણે તેના પરીવારને ઘટનાની જાણ કરી હતી. બાદમાં યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેના પ્રેમીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહીતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...