તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાંનો ત્રાસ:અમદાવાદની યુવતીને સ્કૂલમાં સાથે ભણતા મિત્ર સાથે પ્રેમ થયો, પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા, ગર્ભવતી થતાં પતિએ તરછોડી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાસરિયાં અને પતિએ યુવતીને તરછોડી દીધી ( પ્રતીકાત્મક તસવીર). - Divya Bhaskar
સાસરિયાં અને પતિએ યુવતીને તરછોડી દીધી ( પ્રતીકાત્મક તસવીર).
  • સાસરિયાંએ બાળકને મિલકતમાં ભાગ ના આપવો પડે એ માટે યુવતીને ગર્ભપાત કરવાનું દબાણ કર્યું
  • નણંદ ભાભીને જબરદસ્તીથી ગર્ભપાતની ગોળી ખવડાવવા આવી હતી
  • 7 મહિને બાળકને જન્મ આપ્યા બાદ પતિ કે સાસરિયાં કોઈ જોવા પણ નથી આવ્યાં

સામાન્ય રીતે દરેક માતા-પિતા પોતાના સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટે તમામ પ્રયાસો કરતાં હોય છે, પરંતુ ઘણીવાર સંતાન માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને કોઈ નિર્ણય લે ત્યારે આખરે તો પસ્તાવો કરવા સિવાય બીજું કંઈ હોતું નથી. અમદાવાદમાં એક યુવતીને સ્કૂલમાં તેની સાથે ભણતો છોકરો ફેસબુક પર મળ્યો હતો. બંને વચ્ચે થોડો સમય ચાલેલી વાતચીત દરમિયાન પ્રેમ થઈ ગયો હતો. બાદમાં બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ યુવતી ગર્ભવતી થઈ ત્યારે તેના પતિએ તેને તરછોડી દીધી હતી. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં મુલાકાત થતાં પ્રેમ પાંગર્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમદાવાદમાં નેહા (નામ બદલ્યું છે) તેના પરિવારમાં સૌથી વધુ લાડકી દીકરી હતી. તેને માતા-પિતાએ ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી. નેહા ભણીગણીને પગભર થઈ ત્યારે જ ફેસબુક પર સ્કૂલમાં સાથે ભણતા રોહિત( નામ બદલ્યું છે)નો સંપર્ક થયો હતો. રોહિત અને નેહાની ફેસબુક પર વાતચીત દરમિયાન મિત્રતા વધી હતી અને આખરે બંને જણ પ્રેમ સંબંધમાં બંધાઈ ગયાં હતાં. ત્યાર બાદ બંને જણાએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

ફેસબુક પર પ્રેમ પાંગરતાં પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા ( પ્રતીકાત્મક તસવીર).
ફેસબુક પર પ્રેમ પાંગરતાં પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા ( પ્રતીકાત્મક તસવીર).

બંનેએ પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કરી લીધા
નેહાનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો, પરંતુ નેહાને રોહિત જ સર્વસ્વ લાગતો હતો. જેથી બંનેએ પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પણ બંને એકબીજાથી અલગ રહેતાં હતાં, પરંતુ એક વખત બંને જણાએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. નેહાને રોહિત પોતાના ઘરે લઈ ગયો હતો, પરંતુ ઘરે જતાંની સાથે જ સાસરિયાંએ નેહાને કહ્યું હતું કે તારે અહીં રહેવું હોય તો પિયરમાં દરેક સંબંધો કાપી નાખવા પડશે. આ માટે નેહા તૈયાર થઈ ગઈ અને સાસરિયાં સાથે રહેવા લાગી. આ દરમિયાન નેહા ગર્ભવતી થઈ હતી.

નણંદે યુવતીને ગર્ભપાત કરાવવા ગોળી આપી
નેહા ગર્ભવતી થતાં જ સાસરિયાંએ તેમનો અસલી રંગ બતાવવાનું શરુ કરી દીધું હતું. નેહાના બાળકને મિલકતમાં ભાગ ના આપવો પડે એ માટે સાસરિયાં નેહાને ગર્ભપાત કરાવવાનું દબાણ કરતાં હતાં. એક દિવસ નેહાની નણંદે નેહા પાસે જઈને કહ્યું હતું કે તું ગર્ભપાત કરાવી લે, બાદમાં એક ગોળી આપી દીધી હતી, પણ નેહાએ આ ગોળી લેવાનો ઈનકાર કરતાં સાસરિયાંએ તેને હેરાન કરવાનું શરુ કરી દીધું હતું.

યુવતીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો).
યુવતીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ( ફાઈલ ફોટો).

આખરે યુવતીએ પિયરમાં જઈને પોલીસ ફરિયાદ કરી
નેહાને 7 મહિનાનો ગર્ભ હતો અને તેની તબિયત લથડતાં તેને પોતાનાં માતા-પિતાને જાણ કરી હતી. તેઓ નેહાને હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં દીકરાનો જન્મ થયો હતો, પરંતુ આજસુધી નેહાને જોવા માટે તેની સાસરીમાંથી કોઈ આવ્યું નથી. આખરે સાસરિયાં અને પતિના ત્રાસથી ત્રસ્ત થઈને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો