તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્જરી:અમદાવાદની GCS હોસ્પિટલમાં જવલ્લેજ જોવા મળતા નાકના કેન્સરની જટીલ સર્જરી કરવામાં આવી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
GCS હોસ્પિટલના ડો.પ્રમોદ મેનન અને ડો.આદિત્ય જોશીપુરા દ્વારા આ જટિલ સર્જરી કરવામાં આવી હતી - Divya Bhaskar
GCS હોસ્પિટલના ડો.પ્રમોદ મેનન અને ડો.આદિત્ય જોશીપુરા દ્વારા આ જટિલ સર્જરી કરવામાં આવી હતી
  • જટિલ સર્જરી સફળ રીતે પુરી થયા પછી, દર્દીને 2 દિવસ સુધી ICUમાં રાખવામાં આવ્યા હતા.

અમદાવાદની GCS હોસ્પિટલમાં જવલ્લેજ જોવા મળતા નાકના કેન્સરની સફળ સર્જરી કરાઈ હતી. GCS હોસ્પિટલના કન્સલ્ટન્ટ - પ્લાસ્ટિક, કોસ્મેટિક અને રિકોન્સ્ટ્રક્ટિવ સર્જન ડો.પ્રમોદ મેનન અને કન્સલ્ટન્ટ- ઓન્કો સર્જન ડો. આદિત્ય જોશીપુરા દ્વારા ઈશરાની નામના દર્દીની સર્જરી કરવામાં આવી હતી.

નાકનું ફરીથી રિકન્સ્ટ્રક્શન કરવું જરૂરી હતું.
પ્રાપ્ત વિગતો પ્રમાણે 58 વર્ષની ઉંમરના ઈશરાની નામના દર્દી નાકમાં અલ્સર અને ગળામાં સોજાની તકલીફ સાથે અમદાવાદની GCS હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યાં હતાં. દર્દી છેલ્લા 2 વર્ષથી નાક પર ચાંદાની સારવાર લઈ રહ્યા હતા, જેમાંથી જવલ્લેજ જોવા મળતા નાકના કેન્સરનું નિદાન થયું હતું. જેની સારવાર માટે સર્જરી દ્વારા તેમનું આખું નાક કાઢવું પડે તેમ હતું, તેમજ નાકનું ફરીથી રિકન્સ્ટ્રક્શન કરવું જરૂરી હતું.

દર્દીને 2 દિવસ સુધી ICUમાં રાખવામાં આવ્યા હતા
GCS હોસ્પિટલના ડો.પ્રમોદ મેનન અને ડો.આદિત્ય જોશીપુરા દ્વારા આ જટિલ સર્જરી કરવામાં આવી હતી. જેમાં ડો.આદિત્યએ કેન્સર અને ગળાની ગાંઠો સાથે કેન્સરગ્રસ્ત નાકને કાઢી નાંખવામાં આવ્યું અને ડો.પ્રમોદ દ્વારા નાકને ફરી જોડવામાં કરવામાં આવ્યું હતું. ડો.પ્રમોદે નાકનું ચોકઠું બનાવવા માટે થાપાના હાડકાનો ઉપયોગ કર્યો અને નાકની ચામડી માટે બાવળાના ભાગમાંથી ચામડીનો ટુકડો લઇ નાકનું પુનઃનિર્માણ કર્યું. આ જટિલ સર્જરી સફળ રીતે પુરી થયા પછી, દર્દીને 2 દિવસ સુધી ICUમાં રાખવામાં આવ્યા હતા.બાદમાં 8માં દિવસે સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલમાં દર્દી સંપૂર્ણરીતે સ્વસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...