તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ સેન્ટર ઝડપાયું:શેર ટ્રેડિંગમાં રોજ 35 હજારનો નફો થશે તેવી લાલચ આપી છેતરપિંડી કરતી અમદાવાદની ગેંગને સાયબર ક્રાઈમે ઝડપી

અમદાવાદ2 મહિનો પહેલા
સાયબર ક્રાઈમે કોલસેન્ટર માલિક સહિત 6ની ધરપકડ કરી
  • દિલ્હીથી બોલાતા હોવાનું કહીને અમદાવાદથી લોકોને છેતરતા 6 આરોપીઓને ઝડપી પાડ્યા

અમદાવાદ સાયબર ક્રાઇમે શેર ટ્રેડિંગમાં રસ ધરાવતા વ્યક્તિઓને ટ્રેડિંગના નામે કોલ કરીને છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે. આરોપીઓ અમદાવાદ ખાતે જ કોલ સેન્ટર ચલાવીને દિલ્હીથી બોલતા હોવાનું કહીને લોકોને લોભામણી લાલચ આપતા હતા અને પૈસા પડાવીને ફોન પર જવાબ આપતા નહોતા. સાયબર ક્રાઇમે 6 આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદીએ 35 હજારનો નફો લેવા જતા 4 લાખ ગુમાવ્યા હતા
અમદાવાદના જગદીશભાઈને ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં મેસેજ આવ્યો હતી, જેમાં શેર ટ્રેડિંગને લગતી લોભામણી લાલચ આપવામાં આવી હતી. જેથી ફરિયાદી લાલચમાં આવીને મેસેજ વાળા નંબર પર ફોન કર્યો હતો. જ્યાં સામે વાળા વ્યકિતએ પોતે ઉમંગ તિવારી શાહ ટ્રેડ્સ દિલ્હીથી બોલતા હોવાનું કહીને ડિમેટ ટેન્ડ રીંગ અને બીજો પ્લાન ફ્લેક્ષિબ્લ રિટર્ન પાલન સમજાવીને રોજ 35 હજારનો નફો થશે તેવી લાલચ આપી હતી. લાલચમાં આવીને ફરિયાદીએ 2 પ્લાન ખરીદ્યા હતા અને 3,90,000 ચૂકવ્યા હતા. બાદમાં સામે વાળા વ્યક્તિ તરફથી યોગ્ય જવાબ ના મળતા પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી જેથી સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.

દોઢ વર્ષથી વિવેક પટેલ નામનો શખસ કોલ સેન્ટર ચલાવતો હતો
દોઢ વર્ષથી વિવેક પટેલ નામનો શખસ કોલ સેન્ટર ચલાવતો હતો

દોઢ વર્ષથી ગોતામાં કોલ સેન્ટર ચલાવતા
સમગ્ર મામલે સાયબર ક્રાઈમ દ્વારા ફરિયાદ નોધીને તપાસ શરૂ કરવામાં આવી હતી અને ટેક્નિકલ પુરાવા મેળવીને ગોતા ખાતેથી કોલરો રાખી દુકાન ચલાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ છેલ્લા દોઢ વર્ષથી શેર ટ્રેડિંગમાં મોટો નફો કરાવવાની લાલચ આપી બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવતા હતા અને તે પૈસા ઉપાડી છેતરપિંડી કરતા હતા. હાલ સાયબર ક્રાઈમે કરણસિંહ જાડેજા, વિવેક પટેલ, પ્રજ્ઞેશ ઠક્કર, ભૃગેશ પટેલ, નિર્મલ પટેલ, નીતિન પરમાર નામના 6 આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી વિવેક પટેલ કોલ સેન્ટરના માલિક છે, જ્યારે કરણસિંહ જાડેજા બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરતો હતો અને અન્ય આરોપીઓ દોઢ વર્ષથી કોલ સેન્ટરમાં કામ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો