એક્શન મોડમાં ફાયર વિભાગ:અમદાવાદ ફાયર વિભાગે NOC મુદ્દે હિમાલયા મોલની કાર્નિવલ સિનેમા સહિત 2 મલ્ટિપ્લેક્સ, 5 થિયેટર, 9 સ્કૂલને સીલ કરી

અમદાવાદ22 દિવસ પહેલા
ફાયરની ટીમ દ્વારા કાર્નિવલ સિનેમાને સીલ મારવામાં આવ્યું હતું
  • ફાયર વિભાગ દ્વારા NOC મુદ્દે અવારનવાર હાઇરાઈઝ બિલ્ડિંગ, હોટલ, સ્કૂલો અને કોલેજોને પત્ર લખી જાણ કરાઈ હતી
  • અમદાવાદના ફાયર વિભાગે NOC મુદ્દે 2 કોમ્પ્લેક્સ અને 5 થિયેટરો તેમજ 9 સ્કૂલોને સીલ કરવામાં આવી
  • અમદાવાદ શહેરમાં આવેલી 214 સ્કૂલોને બંધ કરવાની નોટિસ આપવાની કાર્યવાહી કરાઈ છે

અમદાવાદમાં આજે મંગળવારે ફાયર વિભાગ દ્વારા શહેરના 2 મલ્ટિપ્લેક્સ, 5 થિયેટર અને 9 સ્કૂલોને ફાયર સેફ્ટીને લઈ સીલ મારી દીધી છે. ડ્રાઇવ-ઇન રોડ પર હિમાલયા મોલમાં આવેલા કાર્નિવલ સિનેમા, એસજી હાઇવે પર આવેલા કે. શેરા શેરા, મકરબામાં આવેલા સીટી પલ્સ, મણિનગર મીરા સિનેમા સહિતના થિયેટરોને સીલ કરાયા છે. ઉપરાંત નવ જેટલી સ્કૂલોને પણ સીલ મારી દીધી છે.

પત્ર લખીને જાણ કરાઈ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા કડક પગલાં લેવાયા
અમદાવાદમાં ફાયર NOCના રિન્યુઅલ અને ફાયર સેફ્ટીના અમલીકરણને લઈ ફાયર વિભાગ દ્વારા અવારનવાર હાઇરાઈઝ બિલ્ડિંગ, હોટલ, સ્કૂલો અને કોલેજોને પત્ર લખી જાણ કરવામાં આવે છે. છતાં તેઓ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા કડક પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ ફાયર વિભાગની ટીમે મોલ, મલ્ટિપ્લેક્સ, થિયેટર અને સ્કૂલને સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગની ટીમે મોલ, મલ્ટિપ્લેક્સ, થિયેટર અને સ્કૂલને સીલ કરી

214 સ્કૂલને બંધ કરવાની નોટિસ અપાઈ છે
ઉલ્લેખનીય છે કે આ પહેલા ફાયર વિભાગે અમદાવાદ શહેરમાં આવેલી 214 સ્કૂલોને બંધ કરવાની નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. વખતોવખત સમયમર્યાદામાં ફાયર NOC રિન્યુ ન કરવામાં આવતા તેઓને 7 દિવસની મર્યાદા સાથેની બિલ્ડિંગનો વપરાશ બંધ કરવા માટેની ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. જેમાં નવરંગપુરાની નવરંગ માધ્યમિક સ્કૂલ, એલિસબ્રિજ સમર્થ ઈંગ્લિશ સ્કૂલ, ચાંદખેડા સરસ્વતી પ્રાથમિક શાળા, જગતપુર માતૃધામ આશ્રમ, શાળા, શેઠ અમુલખ પ્રિ સ્કૂલ, સરખેજની એપોલો પ્રાથમિક શાળા સહિતની 214 જેટલી સ્કૂલોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.

ફાયર NOCના રિન્યુઅલ અને ફાયર સેફ્ટી મુદ્દે ફાયર વિભાગની કાર્યવાહી
ફાયર NOCના રિન્યુઅલ અને ફાયર સેફ્ટી મુદ્દે ફાયર વિભાગની કાર્યવાહી

અમદાવાદની 37 જેટલી સ્કૂલને બંધ કરવા નોટિસ અપાઈ
ઉપરાંત ફાયર વિભાગે અમદાવાદની 37 જેટલી સ્કૂલો જેમાં એસજી હાઇવે પર આવેલી SGVP ઈન્ટરનેશનલ સ્કૂલ, મોટેરા આશારામ ગુરુકુલ હિન્દી, કાલુપુર અંજુમન ઇસ્લામ સ્કૂલ, ઇસનપુર ધ લોટસ સ્કૂલ, ઈન્ટરનેશનલ સ્કૂલ, પાલડી, અંકુર સ્કૂલ, વસ્ત્રાલની શાંતિ એશિયાટિક સ્કૂલ, સેટેલાઇટ શ્રી શ્રી રવિશંકર સ્કૂલ, વેજલપુર શાંતિનિકેતન સ્કૂલ સહિત 37 સ્કૂલોને બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...