ચોરીનો બનાવ:અમદાવાદનો પરિવાર ગોવામાં મોજ કરતો હતો અને ચોર બાથરૂમમાંથી ઘરમાં પ્રવેશી રૂ.9.50 લાખ ચોરી ગયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • દાણીલીમડાનો પરિવાર 11મી સપ્ટેમ્બરે ગોવા ફરવા માટે ગયો હતો
  • 16 સપ્ટેમ્બરે ઘરે પાછા આવતા બેડરૂમની તિજોરી તૂટેલી જોવા મળી

શહેરના દાણીલીમડા વિસ્તારમાં ગેસ એજન્સી અને રેશનિંગનું કામ કરતા વ્યક્તિના ઘરમાં ચોર બાથરૂમમાંથી પ્રવેશીને 9 લાખથી વધુની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. વેપારી અને તેમનો પરિવાર એક સપ્તાહ માટે ગોવા ફરવા ગયો હતો. જે દરમિયાન તેના ઘરમાં ચોરી થઈ હતી. આ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોવા ફરીને ઘરે આવેલા પરિવારને લાગ્યો આંચકો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દાણીલીમડામાં રહેતા રિયાજખાન ગુલાબખાન પઠાણએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ આ જગ્યાએ પરિવાર સાથે રહે છે. જેમાં નીચેના માળે તેના પિતા જ્યારે વચ્ચે પોતે અને ઉપરના માળ પર તેમનો નાનો ભાઈ રહે છે. તાજેતરમાં 11 મી સપ્ટેબરના રોજ તેઓ પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા. ઘરને તાળું માર્યું હતું. તેઓ 16 મી તારીખે પરત આવીને ઘરમાં જતા ઘરમાં વેપારના પડેલા 9.50 લાખ રૂપિયા ગાયબ હતા.બેડરૂમની તિજોરી તૂટેલી હતી.

દાણીલીમડા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
દાણીલીમડા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

બેડરૂમની તિજોરીમાં મૂકેલા 9.50 લાખની ચોરાયા
તેમણે વધુ તપાસ કરતા ઘરમાંથી બાથરૂમમાંથી કોઈએ પ્રવેશ કરીને બેડરૂમની તિજોરીમાંથી વેપારના મુકેલ 9.50 લાખ રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા છે. હાલ આ બનાવમાં પોલીસ કોઈ વ્યક્તિને અહીંયા રૂપિયા પડ્યા છે તેની માહિતી હોવાની શંકાના આધારે તપાસ કરી રહી છે. બીજી તરફ FSL અને અન્ય સંયોગિક પુરાવા મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી છે.