અમદાવાદથી રાત્રે 9.50 વાગે દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 15 મંગળવારે રાત્રે ટેકઓફ માટે તૈયાર હતી. 1 કલાક સુધી 150થી વધુ પેસેન્જરોને ફ્લાઈટમાં બેસાડી રાખ્યા બાદ એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાનું કહી નીચે ઉતાર્યા હતા. એ પછી એરલાઈન્સના અધિકારીઓએ પેસેન્જરોને ફ્લાઈટ ટેકઓફ થવાનો અલગ અલગ સમય આપતાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.
રાત્રે 3 વાગે ટેક્નિકલ ખામી દૂર થઈ ત્યારે પાઈલટ સહિત ક્રૂ મેમ્બર્સના ફ્લાઈંગ અવર્સ પૂર્ણ થતાં ફ્લાઈટ ટેકઓફ કરી શકી ન હતી. અન્ય પાઈલટ અને ક્રૂ મેમ્બર્સ આવતાં મંગળવારે રાત્રે 9.50ની ફ્લાઈટ છેક 11 કલાક મોડી એટલે કે બુધવારે સવારે 8.30 વાગે દુબઈ જવા રવાના થઈ હતી. એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, તમામ પેસેન્જરોને ટર્મિનલના બિઝનેસ લોંજમાં ડિનરની સાથે સવારે રિફ્રેશમેન્ટ પણ અપાયું હતું.
ખામી દૂર થઈ તો પાઈલટના ફ્લાઈંગ અવર્સ પૂરા થયાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.