DB ફર્સ્ટ:'અમે વેક્સિન લઈએ છીએ અને એની કોઈ આડઅસર નથી',અમદાવાદના આખા ડોક્ટર પરિવારે વેક્સિન લીધી

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલમાં ડો. કલ્પેશ શાહે અને સોલા GMR હોસ્પિટલમાં આસિ. પ્રોફેસર નિરાલી શાહે પણ વેક્સિન લીધી હતી
  • પત્ની,દીકરી,જમાઈ અને પુત્ર પણ ડોકટર છે. તમામ લોકોએ કોરોનામાં ડયુટી કરી પણ એકપણ વખત કોરોનાગ્રસ્ત થયા નથી

આજથી કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ છે. અમદાવાદમાં આખા ડોકટર પરિવારે વેક્સિન લીધી છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં ફરજ બજાવતાં ડોકટર ચેરી શાહના તમામ સભ્યો ડોકટર છે. તેમના પતિ કલ્પેશ, તેમની દીકરી નિરાલી પણ ડોકટર છે. આજે SVP હોસ્પિટલમાં ડોકટર ચેરી શાહે, અસારવા સિવિલ હોસ્પિટલમાં ડો.કલ્પેશ શાહે અને સોલા GMRS હોસ્પિટલમાં આસિ.પ્રોફેસર નિરાલી શાહે પણ વેક્સિન લીધી હતી.

ડો.ચેરી શાહે DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજે અમે આખા પરિવારે વેક્સિન લીધી છે. મારા પતિ ડો.કલ્પેશ શાહ (ઉં.વ.60) બી.જે. મેડિકલ HOD - પ્રોફેસર ફોરેન્સિક મેડિસિન છે. ડો. નિરાલી શાહ (ઉં.વ.31) - GMRS સોલા આસિ.પ્રોફેસર-પેથોલોજીમાં છે. અમે તમામે વેક્સિન લેવાનું નક્કી કર્યું હતું. આજે અમે વેક્સિન લીધી છીએ અને કોઈ આડઅસર નથી. વૈજ્ઞાનિકોએ આ મહાન કામ કર્યું છે અને તેમને પ્રમોટ કરવા જોઈએ.

NHL કોલેજના ડીન ડૉ. પ્રતિક પટેલે SVP હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ લીધો હતો
NHL કોલેજના ડીન ડૉ. પ્રતિક પટેલે SVP હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ લીધો હતો

ડો. નિરાલી શાહે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે મે વેક્સીન લીધી છે. લોકોએ આ વેક્સીન લેવી જ જોઈએ. સરકાર અમે સાયન્સ પર ભરોસો રાખવો જરૂરી છે. કોરોનાથી મરી જવાય છે પરંતુ વેક્સીનથી મરી જવાય નહિ. વેક્સીન લીધાના બે કલાક બાદ પણ મને કોઈ જ આડઅસર નથી એકદમ નોર્મલ છે. આજે વેક્સીન અંગે ખૂબ જ સારી વ્યવસ્થા સાથે ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેક્સીન આપવામા આવી છે. મારા પતિ નમન પટેલ પણ ખાનગી હોસ્પિટલમાં ડોકટર છે અને જ્યારે ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સને વેક્સીન આપશે ત્યારે તેઓ પણ આ વેક્સીન લેવાના છે.

કોરોના વોરિયર ફેમિલી એકપણ વખત કોરોનાગ્રસ્ત થયા નથી
કોરોના વોરિયર ફેમિલી એકપણ વખત કોરોનાગ્રસ્ત થયા નથી

કોરોના વેક્સીન માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ લેવી જરૂરી
જયારે ડો. કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે વેકસીનની કોઈ જ આડઅસર નથી. કોરોના વેક્સીન માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ લેવી જરૂરી છે. વેક્સીન લીધા બાદ કોરોનાને સ્પ્રેડ થતો અટકાવી શકાય છે જેથી વેક્સીન લેવી જોઈએ. અમારો આખો પરિવાર ડોકટર છે. પત્ની,દીકરી, જમાઈ અને પુત્ર પણ ડોકટર છે. તમામ લોકોએ કોરોનામાં ડયુટી કરી છે અને એકપણ વખત કોરોનાગ્રસ્ત થયા નથી.

સુરતમાં વેક્સિન લેનારા પ્રથમ 100 લોકોમાં લિફ્ટમેનનો સમાવેશ
આકાશ સુરેશભાઈ ગોહિલ (ઉં વ. 28) (રહેઃ બમરોલી રોડ, દેવેન્દ્રનગર )એ જણાવ્યું હતું કે મને ખૂબ જ આનંદ છે કે હું સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી કોરોના વેક્સિનની પહેલી રસી માટે પસંદગી પામ્યો છે. મેં કોવિડ-19માં પણ નોકરી કરી છે. છેલ્લાં 10 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં લિફ્ટમેન તરીકે કોન્ટ્રેકટ કર્મચારી તરીકે કામ કરું છું. છેલ્લાં 5 વર્ષમાં આ પહેલું ઇન્જેક્શન લઉં છું. મારા પરિવારમાં મારા કરતાં મોટી બહેન અને એક નાનો ભાઈ છે, અમે માતા-પિતા સાથે રહીએ છે. મારા પિતા એમ્બ્રોઇડરીમાં કામ કરે છે. સર, મારા બાદ તમામ લોકો આ વેક્સિન લઈ કોરોના સામે લડત આપવામાં દેશને મદદરૂપ થાય એવી જ આશા રાખું છું.

પ્રથમ રાઉન્ડમાં જ મારી પસંદગી થઈ એનો મને ગૌરવ
ભાવનાબેન એમ. વડોદરિયા (ઉં.વ. 52) (રહેઃ અલઠાણ-ભીમરાડ રોડ) સુરત સિવિલ હોસ્પિટલમાં 29 વર્ષથી નર્સિંગ સાથે જોડાયેલાં છે. તેમણે કહ્યું, 15 વર્ષમાં પહેલી વાર કોઈ ઇન્જેક્શન લઈ રહી છું અને એ પણ કોરોના વેક્સિનનું, જેનો મને આનંદ છે. વેક્સિન લેવી જોઈએ અને કોરોના ભગાડવો જોઈએ એ જ મારો સંદેશો છે. પ્રથમ રાઉન્ડમાં જ મારી પસંદગી થઈ એનો મને ગૌરવ છે.

અન્ય સમાચારો પણ છે...