તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમદાવાદ ડિવિઝન રેલવેએ 10 ગેરકાયદેસર વિક્રેતાઓને પકડી પાડ્યા, મુસાફરને મારનારની ધરપકડ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 10 ગેરકાયદેસર વિક્રેતામાં સાતને ટિકિટ પ્લેટફોર્મ વગર પકડવામાં આવ્યા અને દંડ ફટકારવામાં આવ્યો

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 20થી 22 માર્ચ 2020 સુધી ગેરકાયદેસર વિક્રેતાઓ સામે જોરશોરથી ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં 10 ગેરકાયદેસર વિક્રેતાઓને પકડવામાં આવ્યા હતા અને સાત લોકોને ટિકિટ પ્લેટફોર્મ વગર પકડવામાં આવ્યા હતા અને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં એક વાયરલ વીડિયોમાં મુસાફરને મારનાર વિક્રેતાની ધરપકડ કરાઈ છે.

રેલવેને ફરિયાદો મળી હતી
ડિવિઝનલ રેલવે મેનેજર દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, રેલતંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ટ્રેનો અને પ્લેટફોર્મ પર ખાધ ચીની સપ્લાય કરનારા ગેરકાયદેસર વિક્રેતાઓ સામે ફરિયાદો મળી રહી છે. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં મુસાફરને વિક્રેતાઓએ માર માર્યો હતો. મંડળના પ્રશાસન દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવ્યું હતું અને રાજીવ ચૌહાણ નામના વ્યક્તિને ન્યુસેન્સ ફેલાવવા અને ગેરકાયદેસર ખાધચીજો વેચવા બદલ ભારતીય રેલવે એક્ટની કલમ 144 અને 145 હેઠળ કેસ નોંધવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

રેલવેએ ગેરકાયદેસરના વિક્રેતાઓ સામે અભિયાન ચલાવ્યું
રેલવે પ્રોટેક્શન ફોર્સ અને વાણિજ્ય વિભાગે સંયુક્ત રીતે ત્રણ દિવસ ગેરકાયદેસર વિક્રેતાઓ સામે અભિયાન ચલાવ્યું હતું , જેમાં 10 વિક્રેતાઓ ગેરકાયદેસર રીતે ખાધ ચીજોનું વેચાણ કરતા પકડાયા હતા અને બે ફૂડ ટ્રોલીઓ કબજે કરવામાં આવી હતી. ઝાએ મુસાફરોને તેમના હિતમાં અપીલ કરી છે ,કે પ્રવાસ દરમિયાન કૃપા કરીને પ્લેટફોર્મ પર ફક્ત અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ખાવા - પીવાનું ખરીદો અને સલામત મુસાફરી કરો .

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો