રેલવેની આવક વધી:​​​​​​​અમદાવાદ ડિવિઝનને ઓક્ટોબર 2021માં દૂધ અને યાર્નના લોડિંગથી રૂ.9.21 કરોડની આવક

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ડિવિઝનના રેલ યાર્ડની તસવીર - Divya Bhaskar
અમદાવાદ ડિવિઝનના રેલ યાર્ડની તસવીર
  • 1136 ટન દૂધ ઉત્પાદન કટક મોકલવામાં આવ્યું

અમદાવાદ ડિવિઝન દ્વારા શરૂ કરાયેલા વિવિધ નવતર પ્રયાસોના સકારાત્મક પરિણામો દેખાવા લાગ્યા છે. અમદાવાદ ડિવિઝનને ચાલુ નાણાંકીય વર્ષમાં માત્ર ઓક્ટોબર 2021 મહિનામાં માલ-સમાન પરિવહનમાં રૂ. 9 કરોડથી વધુની આવક થઈ છે. બોર્ડ દ્વારા નવા ઉત્પાદનો અને નવા બજારો માટે લેવામાં આવેલા અસરકારક પગલાંને કારણે લોડિંગ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ વિશે માહિતી આપતા ડિવિઝનલ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ડિવિઝનમાંથી ઓક્ટોબર 2021ના મહિના દરમિયાન પાલનપુરથી હિંદ ટર્મિનલ (દિલ્હી) સુધી કુલ 95.27 લિટર દૂધ 14 RMT રેક સાથે, 02 NMG રેકમાં 450 ટન દૂધ ઉત્પાદન સાથે લોડ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ડિવિઝનને કે લિન્ચથી રંગપાણી (ઉત્તર સરહદ રેલવે) મોકલવામાં આવ્યું. 2 વીપી રેક દ્વારા, 1136 ટન દૂધ ઉત્પાદન કટક મોકલવામાં આવ્યું હતું અને 1200 ટન કોટન યાર્ન 02 વીપી રેક દ્વારા બેનાપોલ બાંગ્લાદેશમાં પરિવહન કરવામાં આવ્યું હતું. આમ માલના પરિવહનથી રેલવેને 9.21 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...