તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:અમદાવાદ જિલ્લા પંચાયતનું 53.76 કરોડ નું બજેટ મંજૂર : ગત વર્ષ કરતાં 3:50 કરોડનો વધારો

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભામાં ભાજપ સભ્ય દરખાસ્ત કરતા અને કોંગ્રેસના સભ્ય ટેકો આપતા હોવાનું ચિત્ર
 • વિકાસનાં કામનો લાઈવ ફોટો અપડેટ કરવા જિયો ટેગ સિસ્ટમનો સત્તાપક્ષ ભાજપના સભ્યોએ શરૂમાં વિરોધ કર્યો અને પછી સ્વીકાર્યું

અમદાવાદ જિલ્લા પંચાયતનું 53.76 કરોડ નું બજેટ બુધવારે મળેલી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી છે. આ સભામાં વિકાસના કામનો લાઈવ ફોટો અપડેટ કરવા પ્રથમવાર જિયો ટેગ સિસ્ટમ અમલ કરવાની ડીડીઓની રજૂઆતનો સત્તાપક્ષ ભાજપના સભ્યોએ કચવાટ સાથે સ્વીકાર કર્યો હતો. ગત વર્ષનું 50.26 કરોડ બજેટ હતું. એટલે કે આ વર્ષે બજેટમાં 3.50 કરોડનો વધારો કરાયો હતો.જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુ એ કહ્યું કે, જિયો ટેગ સિસ્ટમ પ્રજાના હિતમાં છે. કોઈપણ વિકાસના કામમાં વપરાતી ગ્રાન્ટનો દુરુપયોગ નહીં થાય.

સભાગૃહમાં ડીડીઓની રજૂઆતનો ગત ટર્મના બાંધકામ સમિતિના કોંગ્રેસના સભ્ય હરપાલસિંહ ચુડાસમા સહિત ભાજપના સભ્ય અન્નપૂર્ણા ચુડાસમાના પતિ અને હાલના સભ્ય દિગપાલસિંહ ચુડાસમાએ ભારે વિરોધ કર્યો હતો અને આ બંને સભ્યોએ વર્તમાન સભ્યોની ગ્રાન્ટ 10 લાખથી વધારી 30 લાખ કરવા રજૂઆત કરી હતી. ગ્રાન્ટ વધારવાના મુદ્દે લાંબી ચર્ચા થયા બાદ કમિટી બનાવવાનો ઠરાવ કરવા ડીડીઓ ઉપર દબાણ કર્યું હતું.

અંતે ડીડીઓએ ઠરાવ કરતાં આ બંને સભ્યોએ બજેટને સર્વાનુમતે મંજૂરી અપાવી હતી. સભાગૃહમાં આ બંને સભ્યોનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. બજેટમાં સૌથી વધુ ગ્રાન્ટ સિંચાઈ અને સામાજિક ન્યાય સમિતિને 10.45 કરોડ અને બાંધકામ સમિતિ ને 13.91 કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કારોબારી સમિતિને 50 લાખની ગ્રાન્ટ ઉપરાંત ખેતીવાડી 2.08 કરોડ, પશુપાલન વિભાગને 1.00 કરોડ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.

બજેટમાં પાંચ તાલુકામાં ૩ કરોડના ખર્ચે તળાવ રીડેવલપમેન્ટ, જળ સે નળ યોજના હેઠળ અઢી કરોડના કામો ઉપરાંત દોઢ કરોડના ખર્ચે શહેર જેવા સ્મશાન અપડેટ કરવામાં પ્રથમ ફેઝમાં 15 ગામોનો સમાવેશ થશે. આ સિવાય 34 આંગણવાડી,6 પશુ દવાખાના અને હોસ્ટેલ રીનોવેશન કામ નો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત પાંચ તાલુકામાં 20 લાખની કિંમતના પાંચ જેટિંગ મશીન પાછળ 1 કરોડ અને જાહેર સ્થળોએ ખેડૂતો પોતાનો પાક વેચી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા સમિતિને રૂપિયા 20 લાખ ફાળવવામાં આવ્યા છે.

હવે આગામી એપ્રિલમાં વિવિધ સમિતિઓની રચના માટે સામાન્ય સભા મળશે. બીજી તરફ બેઠક બાદ મળવા આવેલા ભાજપના ઉપપ્રમુખ રમેશ મકવાણાને ડીડીઓની ચેમ્બર બહાર રોકવામાં આવતા નારાજ થઈ ગયા હતા. જોકે પટાવાળા દ્વારા ગેરસમજ થઇ હોવાનું અધિકારીએ સમજાવતા તેમણે ડીડીઓની ચેમ્બરમાં પ્રવેશ કર્યો હતો.

જિલ્લા પંચાયતમાં અત્યાર સુધી જુના કામોને રીપીટ કરીને નવા કામમાં સમાવેશ કરી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. જેથી જીઓ ટૅગ સિસ્ટમ લાવવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ હવે કામ શરૂ થાય ત્યારે અને કામ પૂર્ણ થાય ત્યારે લાઈવ ફોટા અપડેટ નહીં કરાય તો ગ્રાન્ટની ફાળવણી નહીં થાય.

વિવિધ સમિતિઓ ને ફાળવેલ ગ્રાન્ટ
સમિતિનું નામગ્રાન્ટ (કરોડમાં)
બાંધકામ સમિતિ13.91
સિંચાઈ સમિતિ10.45
શિક્ષણ સમિતિ5.13
આરોગ્ય સમિતિ3.25
મહિલા બાળ વિકાસ સમિતિ3.52
સામાજિક ન્યાય સમિતિ10.45

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો