તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા જિલ્લા પ્રશાસન સતત કટિબધ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં થર્મલ સ્ક્રિનીંગ, હેલ્થ ચેક–અપ, સેનિટાઈઝેશન, શહેરમાંથી લોકોની અવર જવર પર નિયંત્રણ સહિત અનેક રક્ષાત્મક પગલા લેવાયા છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શરુ કરાયેલા લાઈવ ડેશબોર્ડ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે જ 24 કલાકમાં લોકોના હેલ્થ ચેક અપની વ્યવસ્થા ઉપલબ્ધ કરતો નવો અભિગમ શરુ કરાયો છે.
હેલ્થ ચેકઅપ માટે ડેશબોર્ડ બનાવ્યું
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, જિલ્લામાં કોરોનાનું નિયંત્રણ કરવા અનેક પગલા લેવાયા છે. તે પૈકી હેલ્થ ચેક અપ પણ મહત્વનું પાસુ છે. જો કે આટલી મોટી સંખ્યામાં એક સાથે હેલ્થ ચેક અપ કરવું અઘરુ છે ત્યારે આના માટે આરોગ્ય શાખા દ્વારા લાઈવ ડેશ બોર્ડ કાર્યરત કરાયું છે.
ફોર્મ ભર્યા બાદ વ્યક્તિની તપાસ- નિદાન કરવામાં આવશે
આ સુવિધાઓ ઉલ્લેખ કરી તેમણે વધુમાં જણાવ્યું છે કે, જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ યોધ્ધા કમિટી બનાવાઈ છે. ગામમાં કોઈને પણ તાવ-શરદીના લક્ષણો હોય તો આ કમિટીના સભ્યો નિયત કરાયેલા Whatsapp નંબર 9016272810 માત્ર (Hi) લખીને મેસેજ કરશે તો તરત જ મેસેજ કરનાર વ્યક્તિના મોબાઈલ વળતા મેસેજમાં એક લઇંક આવશે, આ લિંક ખોલવાથી તેમા ઉપલબ્ધ ફોર્મ ભરીને મોકલવાનું રહેશે. આ વિગત જિલ્લ્લાના ડેશ બોર્ડમાં આવશે ત્યાંથી તાલુકા મારફતે સંબંધિત વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવશે અને તેના દ્વારા 24 કલાકમાં જે તે વ્યક્તિની તપાસ- નિદાન કરવામાં આવશે. અને જો કોઈ પોઝિટિવ લક્ષણો જણાશે તો નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે.’ એમ તેમણે ઉમેર્યું હતું.
મોબાઇલ ટેસ્ટિંગથી દરરોજ 50 ટેસ્ટ કરાય છે
અત્રે ઉલેખનીય છે કે, જિલામાં અત્યાર સુધી અનેક લોકોના ટેસ્ટ કરાવાયા છે. 22 એપ્રિલથી કાર્યરત કરેલી મોબાઈલ ટેસ્ટીંગ દ્વારા પણ રોજના 50 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. સાથે સાથે અનેક લોકોના સ્વાસ્થ્યની ચકાસ કરાઈ છે. ત્યારે આ સુવિધાથી ખરેખર જેને તાવ-શરદી જેવા લક્ષણો હશે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કે ટેસ્ટ સત્વરે હાથ ધરાશે જેથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું વધતું અટકાવી શકાશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.