બોપલ લૂંટનો ભેદ ઉકેલાયો:અમદાવાદ જિલ્લા LCB ઉંઘતી રહી અને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઇસ્કોન ગ્રીન બંગ્લોઝમાં ચોરી કરનાર મોહનીયા ગેંગના ત્રણ આરોપીની ધરપકડ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોપલમાં લૂંટ ચલાવનાર કાળુ મોહનીયા ગેંગને ઝડપી પાડી
  • અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસમાં જ આરોપીઓને શોધીને દાહોદની મોહનીયા ગેંગને ઝડપી પાડી
  • કાળુ અનેક ચોરીના ગુનામાં જેલમાં ગયો, જામીન પર છૂટી ફરી ભાઈઓ અને સાગરિતો સાથે ચોરી- ધાડ અને લૂંટ કરી

અમદાવાદના બોપલ વિસ્તારમાં લાલગેબી આશ્રમ પાસે આવેલા ઇસ્કોન ગ્રીન બંગ્લોઝમાં લાખો ચોરીના ભેદને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસમાં જ ઉકેલી નાખ્યો છે. અમદાવાદ જિલ્લા પોલીસની LCB ટીમ અંધારામાં ફાંફા મારતી રહી અને શહેર ક્રાઈમ બ્રાન્ચને ચોરી કરનાર દાહોદની મોહનીયા ગેંગ હોવાનું શોધી ત્રણ શખસની ધરપકડ કરી લીધી છે. તેઓ પાસેથી ચોરી કરવાના સાધન, સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બોપલમાં ચોરી આરોપીઓએ અમદાવાદ જિલ્લામાં બે જગ્યાએ ચોરી કરી હતી. જે મામલે અમદાવાદ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી.

લૂંટના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
ઈસ્કોન ગ્રીન બંગ્લોઝમાં લૂંટારું ત્રાટક્યા, પરિવાર પર હુમલો કરી સોનાના દાગીના-રોકડ લૂંટી; ઘરની અને BMWની ચાવી લઈ ગયા

જુલાઈના અંતમાં દાહોદની મોહનીયા ગેંગે લૂંટ કરી હતી
બોપલના ઇસ્કોન ગ્રીન બંગ્લોઝમાં 31 જુલાઈની મોડી રાતે કેટલાક શખસોએ ઘરમાં ઘૂસી અમે ગુંડા છીએ અવાજ કરશો તો મારી નાખીશું કહી ઘરમાં રહેલા પરિવાર પર હુમલો કરી લાખો રૂપિયાની લૂંટ કરી લૂંટારુંઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે બોપલ પોલીસ અને જિલ્લાની LCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ચોરીમાં પહેલા જ દિવસથી દાહોદની કોઈ ગેંગની સંડોવણીની દિશામાં તપાસ કરતી જિલ્લા LCBની અને સ્થાનિક ટીમો આરોપી શોધવામાં નિષ્ફળ રહી હતી. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 15 દિવસમાં જ આરોપીઓને શોધી દાહોદની મોહનીયા ગેંગના મુકેશ ઉર્ફે કાળુ મોહનીયા (રહે. માલ ફળિયું, ધાનપુર, દાહોદ), રામસિંહ ઉર્ફે બાબુ માવી (રહે. નાથ ફળિયું, લીમખેડા) અને કલસિંગ ડામોર (હાલ રહે. ઓઢવ ફુટપાથ પર, મૂળ રહે. લીમખેડા)ની ધરપકડ કરી હતી.

કાળુ મોહનીયા અગાઉ પણ સંખ્યાબંધ ચોરીને અંજામ આપી ચૂક્યો છે
કાળુ મોહનીયા અગાઉ પણ સંખ્યાબંધ ચોરીને અંજામ આપી ચૂક્યો છે

ગોરજગામમાં 3 બંગલોમાં લૂંટ કરવા ગયા પણ કંઈ ન મળ્યું
આરોપીઓની પૂછપરછ કરતાં કાળુ મોહનીયા અમદાવાદ શહેર અને જિલ્લામાં અનેક ચોરીના ગુનામાં ઝડપાઇ જેલમાં જઈ આવ્યો છે અને જામીન પર છૂટી ફરી ભાઈઓ અને સાગરિતો સાથે ચોરી- ધાડ અને લૂંટ કરવા લાગ્યો હતો. 20 દિવસ પહેલાં અમદાવાદથી રીક્ષામાં વિરમગામ રોડ પર ગોરજ ગામ પાસે ખેતરોમાં થઈ ત્યાં આવેલા એક નહીં પણ ત્રણ બંગલામાં ઘૂસી અને ચોરી કરવા ગયા હતા. પરંતુ બંગલામાં કંઈ ન મળતા પરત ફર્યા હતા.

ઇસ્કોન ગ્રીન બંગ્લોઝમાં રેકી કરી પછી લૂંટને અંજામ આપ્યો
15 દિવસ પહેલાં ફરી ઓઢવથી રીક્ષામાં તેઓ બોપલ આવ્યા હતા અને ત્યાં રેકી કરી હતી. બાદમાં રિંગ રોડ પર ચાલતા ચાલતા સાણંદ ચોકડીથી આસપાસ ઝાડીઓમાં છુપાઇ મોડી રાતે ઇસ્કોન ગ્રીન બંગલામાં ખેતરમાંથી ઘૂસ્યા હતા અને એક મકાનમાં પરિવારને ધમકી આપી લૂંટ કરી હતી.

મોહનીયા ગેંગે પહેલા ઇસ્કોન ગ્રીન બંગ્લોઝમાં રેકી કરી બાદમાં લૂંટ ચલાવી હતી
મોહનીયા ગેંગે પહેલા ઇસ્કોન ગ્રીન બંગ્લોઝમાં રેકી કરી બાદમાં લૂંટ ચલાવી હતી

કાળુ મોહનીયા શહેરની 16 જગ્યાએ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો
આ ચોરીની ઘટનાના છ દિવસ બાદ રિંગ રોડ પર આવેલા ઓગણજ પાસે આવેલી સોસાયટીઓમાં ચોરી કરવા ગયા હતા. પરંતુ કોઈ જગ્યાએ ચોરી કરવા ન મળતાં તેઓ રીંગ રોડથી સાણંદ ઉલારીયા ગામે સફલ વિહાન બંગ્લોઝમાં ફેન્સિંગ કાપી અને બંગલામાંથી 2 લોકરોની ચોરી કરી હતી. અલગ અલગ દેશના ચલણી સિક્કા પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આરોપી કાળુ મોહનીયા ઝડપાતા અમદાવાદ જિલ્લાના બોપલ, શહેરના ઘાટલોડિયા સહિત 16 જગ્યાના ચોરીમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.

લૂંટારું ટોળકીનો ભોગ બનેલા ઇસ્કોન ગ્રીન બંગ્લોઝમાં રહેતા પીડિત મહિલા કિંજલ વેકરિયા
લૂંટારું ટોળકીનો ભોગ બનેલા ઇસ્કોન ગ્રીન બંગ્લોઝમાં રહેતા પીડિત મહિલા કિંજલ વેકરિયા
અન્ય સમાચારો પણ છે...