તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ બાળકોનો સરવે કરી આરોગ્યલક્ષી ડેટા તૈયાર કરી રહ્યો છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અતિશય કુપોસિત, કુપોસિત અને સામાન્ય બાળકોના ચાલી રહેલા સરવેમાં આરોગ્યલક્ષી તમામ વિગતો એકત્રિત કરાય છે
  • 20 ખાનગી હોસ્પિટોલમાં પીડિયાટ્રિક બેડ તૈયાર કરાયા

અમદાવાદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી બાળકોનો આરોગ્યલક્ષી સર્વે હાથધરાયો છે. સર્વેની કામગીરી આગામી 20મી જૂન સુધી ચાલશે. સર્વેમાં 0થી 15 વર્ષ સુધીના બાળકોના આરોગ્યની ચકાસણી કરી અતિશય કુપોસિત, કુપોસિત અને સામાન્ય બાળકોનો ડેટા તૈયાર કરાશે. સર્વેમાં બાળકોની આરોગ્યલક્ષી તમામ વિગતો પણ એકત્રિત કરાય છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 0થી 5, 5તી 10 અને 10થી 15 વર્ષ સુધીના બાળકોનો સર્વે કરી આરોગ્યલક્ષી ડેટા તૈયાર કરાઇ રહ્યો છે. બાળકોનો આરોગ્યલક્ષી ડેટા તૈયાર કરવા માટે આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓના ડેટાનો ઉપયોગ કરાયો છે.

ડીડીઓ અરૂણ મહેશ બાબુએ કહ્યું કે, બાળકોના આરોગ્યલક્ષી સર્વેમાં અતિશય કુપોસિત, કુપોસિત અને સામાન્ય બાળકોના અલગ અલગ ડેટા તૈયાર થશે. સર્વેમાં બાળકોના નામ, સરનામા અને તેઓના માતા-પિતાના મોબાઇલ નંબરનો સાથેનો ડેટા તૈયાર કરાશે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સક્રમણર થવાની સંભાવના ઉભી થાય તો જિલ્લા આરોગ્ય ટીમને ફરી ચકાસણી માટે મોકલી પ્રથમ અતિકુપોષિત બાળકોને હોમ આઇસોલેશનમાં કરાશે.

સોલા હોસ્પિટલમાં 100 પીડિયાટ્ર્કિ બેડ તૈયાર કરાશે
જિલ્લા આરોગ્ય વિભાગ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સોલા હોસ્પિટલ 100 પીડિયાટ્રિક બેડ અને જિલ્લાની 20 ખાનગી હોસ્પિટલમાં 125 પીડિયાટ્રીક બેડ તૈયાર કરાઇ રહ્યા છે. જેમાં ઓક્સિજન સહિતની સુવિધા રહેશે. સોલા હોસ્પિટલમાં પિડ્યાટ્રીક વેન્ટીલેટર સહિત વિવિધ હોસ્પિટલોમાં પીડિયાટ્રીક ડોક્ટરો, દવાઓ સહિતની સુવિધા રાખવા સૂચના પણ અપાઇ છે. સગર્ભા માતાઓનો સર્વે કરી ખાસ ધ્યાન રાખવા સૂચના અપાય છે.જિલ્લામાં ત્રીજી લહેરની શરૂઆત થાય અને કોરોનાનું સક્રમણ વધે તે દરમિયાન સગર્ભા માતાઓ કેવી રીતે પોતાની અને ગર્ભમાં રહેલા બાળકની જાળ‌ણી કરી શકે. તે માટે હાલ સગર્ભા માતાઓને સર્વે કરી તેઓને સ્થળ પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સર્વેનો આ ડેટા અલગથી રખાશે. જેથી કરીને સક્રમણ ફેલાય ત્યારે ઝડપથી કોવિડ પૂર્વેની સારવાર આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...