તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ કોરોના સંક્રમિત, ડોક્ટરની સલાહથી હાલ હોમ આઇસોલેટ થયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગીતાબેન પટેલ (મધ્યમાં)ની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગીતાબેન પટેલ (મધ્યમાં)ની ફાઈલ તસવીર
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ પણ કોરોના પોઝિટિવ

ગુજરાત કોરોનાના અજગર ભરડાંમાં આવી રહ્યું છે. નેતાઓ, મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. ગીતાબેન પટેલે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો, જેને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહથી હાલ હું હોમ આઇસોલેટ થઈ છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી અને જરૂર જણાય તો ડોક્ટરની સલાહ લેવી.

અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ
અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. કોરોના પોઝિટિવ આવતા ગૃહરાજ્યમંત્રી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતાં એગ્રેસિવ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતાં એગ્રેસિવ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે

અમદાવાદ કોરોનાના અજગર ભરડામાં
અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. શનિવારે 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 659 નવા કેસ અને 614 દર્દી સાજા થયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં4 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,366 પર પહોંચ્યો છે.

2 એપ્રિલની સાંજથી 3 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 646 અને જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 601 અને જિલ્લામાં 13 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 74,534 થયો છે. જ્યારે 69,956 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી
માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી

શહેરમાં 269 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન
બીજી તરફ શહેરમાં શનિવાર સાંજ સુધીમાં 269 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે શહેરમાં સાઉથ બોપલ, મણિનગર, લાંભા, ઘોડાસર,ઓઢવ, કઠવાડા ગામ, નિકોલ, બોડકદેવ, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, સાબરમતી, નારણપુરા, પાલડી, નવરંગપુરા અને રાણીપના 29 વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં ઉમેરાયા છે, જ્યારે ઈન્દ્રપુરી, વટવા, ઘોડાસર, ઈસનપુર, સાબરમતી, નારણપુરા, ઉસ્માનપુરા, ભાઈપુરા, રામોલ, નિકોલ અને ગોતા 17 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 281 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો