તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ભારતમાં ઠંડીની લહેર:અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ જયપુર ડાઈવર્ટ, 13 કેન્સલ, 25 મોડી પડી, અમદાવાદ-લખનૌ ફ્લાઈટ 14 કલાક લેટ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ઉત્તર ભારતમાં ઠંડીની લહેરને કારણે તે તરફથી આવતી-જતી 25 ફ્લાઇટો એક કલાક કરતાં વધુ મોડી પડી હતી. 13 ફ્લાઇટો કેન્સલ કરાઇ હતી. મોડી પડનારી ફ્લાઇટોમાં મોટાભાગની દિલ્હી જતી-આવતી ફ્લાઇટોનો સમાવેશ થયો હતો. વાતાવરણ ખરાબ હોવાને કારણે સ્પાઇસ જેટની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરાઇ હતી.

વાતાવરણની અસર ફ્લાઇટોના શિડ્યુલ પર જોવા મળી છે. મોડી પડનારી ફ્લાઇટોમાં ગો-એરની ત્રણ, સ્પાઇસ જેટની ચાર, ઇન્ડિગોની 14, એર ઇન્ડિયાની ત્રણ અને વિસ્તારાની એક ફ્લાઇટનો સમાવેશ થાય છે. જ્યારે કેન્સલ થયેલી 13 ફ્લાઇટોમાંથી 9 ગો-એરની, બે-બે ઇન્ડિગો-સ્પાઇસ જેટની ફ્લાઇટો હતી.

લંડન જતી ફ્લાઇટ 28મી સુધી રદ
લંડનમાં કોરોનાના બદલાયેલા નવા સ્ટ્રેઇનને કારણે ભારતથી લંડન જતી ફ્લાઇટો 28 ફેબ્રુઆરી સુધી રદ કરાઈ છે. જેથી અમદાવાદ-લંડનની ફ્લાઇટો રદ રહેશે.

આ ફ્લાઈટો રદ

  • ગો-એર : અમદાવાદ-બેંગાલુરુ, અમદાવાદ-લખનૌ, અમદાવાદ-જયપુર, અમદાવાદ-દિલ્હી, દિલ્હી-અમદાવાદ, ચેન્નઇ-અમદાવાદ, બેંગલુરુ-અમદાવાદ, જયપુર-અમદાવાદ, મુંબઇ-અમદાવાદ
  • ઇન્ડિગો : અમદાવાદ-દિલ્હી, દિલ્હી-અમદાવાદ
  • સ્પાઇસ જેટ : અમદાવાદ-દરભંગા, દરભંગા-અમદાવાદ

મોડી ફ્લાઈટોમાં મોટાભાગની ઉ.ભારતની

એરલાઈનકેટલી મોડી
ગો-એર
અમદાવાદ-લખનૌ14.25 કલાક
અમદાવાદ-મુંબઇ2.20 કલાક
લખનૌ-અમદાવાદ3.09 કલાક
સ્પાઇસ જેટ
અમદાવાદ-દિલ્હી(જયપુર ડાયવર્ટ)
અમદાવાદ-કાનપુર1.6 કલાક
બેંગાલુરુ-અમદાવાદ1.07 કલાક
કાનપુર-અમદાવાદ1.25 કલાક
ઇન્ડિગો
અમદાવાદ-લખનૌ1.54 કલાક
અમદાવાદ-કોઇમ્બતુર1.14 કલાક
અમદાવાદ-દિલ્હી4.51 કલાક
અમદાવાદ-દહેરાદૂન3.42 કલાક
અમદાવાદ-દિલ્હી1.16 કલાક
અમદાવાદ-રાંચી1.11 કલાક
લખનૌ-અમદાવાદ2.28 કલાક
દિલ્હી-અમદાવાદ1.25 કલાક
દિલ્હી-અમદાવાદ1.57 કલાક
દહેરાદુન-અમદાવાદ3.39 કલાક
દિલ્હી-અમદાવાદ2.56 કલાક
શિરડી-અમદાવાદ1.13 કલાક
નાગપુર-અમદાવાદ1.10 કલાક
રાંચી-અમદાવાદ1.5 કલાક
વિસ્તારા
અમદાવાદ-દિલ્હી2.53 કલાક
એર ઇન્ડિયા
અમદાવાદ-દિલ્હી3.34 કલાક
અમદાવાદ-ઓઝાર1.9 કલાક
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો