ઉજવણી:અમદાવાદ DCP ઝોન-5 નાયબ પોલીસ કમિશ્રરે કોરોનામાં સ્વજનો ગુમાવનાર પોલીસ પરિવારો સાથે દિવાળી ઉજવી

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદ શહેર ઝોન 5ના નાયબ પોલીસ કમિશ્રરે પોલીસ પરિવારો સાથે તહેવારની ઉજવણી કરી
  • પોલીસ પરિવારોને ઘરે જઈને મીઠાઈ તથા ફરસાણની ભેટ આપી

કોરોનાકાળમાં પોલીસ કર્મચારીઓએ પણ કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરી હતી. માર્ચ 2020થી જ સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ કર્મચારીઓએ ખડેપગે ફરજ અદા કરી હતી. ત્યારે એવા અનેક પોલીસ પરિવારો છે જેમણે પોતાના મોભી અને સ્વજન ગુમાવ્યાં છે. અનેક પોલીસ કર્મીઓ ફરજ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયાં હતાં. ત્યારે અમદાવાદ શહેર DCP ઝોન-5 નાયબ પોલીસ કમિશ્નર તેમજ ખોખરા પોલીસ પરિવારે કોરોનામાં સ્વજનો ગુમાવનાર પોલીસ પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

મીઠાઈ તથા ફરસાણની ભેટ આપીને દિવાળીની ઉજવણી કરી
કોરોનાના કપરા કાળમાં સ્વજન ગુમાવનાર પરિવારોના ઘરે જઈને દિવાળીની શુભકામનાઓ આપીને માસ્ક તેમજ સેનેટાઈઝરની કિટ આપીને મીઠાઈ તથા ફરસાણની ભેટ આપી તેમની સાથે દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ગુરૂવારે બપોરે એક કલાકથી ખોખરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં વસતા પોલીસ પરિવારજનોની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. ખોખરા સર્કલ પર આવેલ વાલ્મિકી વાસથી કોરોનામાં જીવ ગુમાવનાર પોલીસ પરિવારોને દિવાળીની શુભેચ્છા અને મીઠાઈથી મોઢું કરાવ્યું હતું.

પોલીસ પરિવારોને મીઠાઈ તથા ફરસાણની ભેટ આપી
પોલીસ પરિવારોને મીઠાઈ તથા ફરસાણની ભેટ આપી

ગરીબો માટે પોલીસે ભોજનની વ્યવસ્થા કરી હતી
કોરોના સમયના લોકડાઉનમાં અમદાવાદમાં કન્ટેન્ટમેનઝોન, રેડ ઝોન સહિતના વિસ્તારોમાં પોલીસ કર્મીઓએ ખડેપગે રાત દિવસ ફરજ અદા કરી હતી. કેટલાક પોલીસ કર્મીઓએ લોકડાઉનમાં ગરીબ પરિવારોને ભોજનની વ્યવસ્થા પણ કરી આપી હતી. અનેક શ્રમિકોને પોતાના વતન તરફ જવા માટે પણ પોલીસ કર્મીઓએ મદદ કરી હતી. પોતે સંક્રમિત થશે તેવો ડર રાખ્યા વિનાજ પોલીસકર્મીઓએ લોકોની સેવા કરી હતી. ત્યારે સમાજ અને સરકારે તેમને કોરોનો ફ્રન્ટલાઈન વોરિયર પણ ગણાવ્યા હતાં.

પોલીસ પરિવારના સ્વજનો સાથે પોલીસે દિવાળીની ઉજવણી કરી
પોલીસ પરિવારના સ્વજનો સાથે પોલીસે દિવાળીની ઉજવણી કરી

કોરોનામાં પોલીસ કર્મીઓએ ખડેપગે ફરજ અદા કરી હતી
છેલ્લા એક વર્ષમાં 100થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. દુ:ખની વાત એ છે કે આમાંથી કેટલાક પોલીસકર્મચારીઓનું સમયસર સારવાર ન મળતાં મોત નીપજ્યું છે. પોલીસકર્મીઓની સાથે 22 હોમગાર્ડ તેમજ અનેક TRB જવાનોનાં પણ કોરોનામાં મોત થયાં છે. સં2020ની ચૂંટણીમાં પણ પોતાનો જીવ જોખમમાં મૂકી રેલીઓમાં બંદોબસ્તમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...