તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:કાશ્મીરથી કન્યાકુમારી ફાસ્ટેટ સાઈકલ ચલાવવાના ગિનીસ બુક રેકોર્ડ માટે ચીટિંગ કર્યાનો અમદાવાદના સાઈકલિસ્ટ પર આક્ષેપ

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: વિશાલ પાટડિયા
 • કૉપી લિંક
 • શંકા જતાં ઓડેક્સ ઈન્ડિયાએ જાસૂસી કરાવી વિવેક શાહને હૈદરાબાદ-બેંગલોર હાઈવે પર કારમાં બેસતા ઝડપ્યો

અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અલ્ટ્રા સાઇક્લિસ્ટ વિવેક શાહ પર કાશ્મીરથી કન્યાકુમારી ફાસ્ટેસ્ટ સાઇકલ ચલાવવા મુદ્દે ચીટિંગનાં આક્ષેપો થયા છે. 85 સાઇક્લિંગ ક્લબને એફિલિએશન આપનારી દેશની પ્રતિષ્ઠિત સાઇક્લિંગ સંસ્થા ઓડેક્સ ઇન્ડિયા રેન્ડનર્સ તેમજ દેશના અગ્રણી સાઇક્લિસ્ટ્સે ભેગા મળીને એક જાસૂસી એજન્સી રોકીને વિવેકે ચીટિંગ કર્યાનો દાવો કર્યો છે. ઓડેક્સ ઇન્ડિયા અને અન્ય સાઇક્લિસ્ટ્સે છેલ્લા એક અઠવાડિયામાં કેટલાય પુરાવા સોશ્યલ મીડિયામાં વહેતા કર્યા છે. વિવેક શાહે 21 નવેમ્બરે શ્રીનગરથી રાઇડ શરૂ કરી હતી અને 7 દિવસ 12 કલાક અને 32 મિનિટમાં પૂરી કરવાનો દાવો કર્યો હતો.

ઓડેક્સ ઇન્ડિયાનાં ફાઉન્ડર ડાયરેક્ટર દિવ્યા તાટે, એવરેસ્ટ સમિટર ડો. મહેન્દ્ર મહાજન, કર્નલ ભરત પન્નુ, કબિર રાચુરે સહિતના દેશનાં અગ્રણી સાઇક્લિસ્ટ્સે હૈદરાબાદની જાસૂસી એજન્સી રોકીને વિવેકનો પીછો કરાવીને તે કારમાં બેઠો બેઠો રેકોર્ડ કરી રહ્યો હોય તેવું પકડી પાડ્યું હતું. દિવ્યા તાટેએ ‘ભાસ્કર’ સાથે વાતચીતમાં વિવેક પર આક્ષેપો કરતાં જણાવ્યું કે, વિવેકે કાશ્મીરથી કન્યાકુમારી રાઇડ શરૂ કર્યાનાં બે દિવસ પછી પોસ્ટ મૂકી હતી. તેણે જેટલા કિલોમીટર ક્રોસ કર્યા તે જોતાં અમને શંકા ગઇ હતી. વિવેક પોતે ક્યાં છે તેની વિગતો ભાગ્યે જ શેર કરી હતી. અમારી શંકા સાચી પડી અને તે કારમાં બેસેલો પકડાઇ ગયો.

ડો. મહેન્દ્ર મહાજને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફરિયાદ વિશે જણાવ્યું કે, જો વિવેક પર્સનલ રાઇડ કરતો હોત તો અમને તેની કોઇ પડી ન હતી. પરંતુ તે ગિનીસ બુક રેકોર્ડનો પ્રયત્ન કરતો હતો. તે દિવસ કરતાં રાત્રે વધુ રાઇડ કરતો હતો. જે શંકાનું પ્રબળ કારણ બન્યું. 26મીની રાતે તે હૈદરાબાદ-બેંગલોર હાઇવે પર કારમાં બેસતો પકડાયો. તેના ચીટિંગને પગલે તેના બે ક્રૂ મેમ્બર પણ તેનો સાથ છોડીને નીકળી ગયાં. અમે ગિનિસ બુકને વિવેક શાહનાં ભૂતકાળનાં ચીટિંગ અને આ રાઇડનાં ચીટિંગનાં તમામ પુરાવા આપ્યા છે. અમદાવાદનાં સાઇક્લિસ્ટ અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝર જીગર પટેલે જણાવ્યું હતું કે, મારી બે ઇવેન્ટમાં મેં વિવેકને ચીટીંગ કરતાં પકડ્યો હતો અને ચેતવણી આપી હતી.

વિવેક શાહે કહ્યું, આ તો મારી ટ્રેનિંગ રાઈડ હતી
વિવેક શાહે પોતાના બચાવમાં જણાવ્યું કે, મેં ગિનીસની બુક રેકોર્ડ માટે કાશ્મીરથી કન્યાકુમારી રાઇડ કરી નથી. આ તો મારી ટ્રેનિંગ રાઇડ હતી. કેટલાય સાઇક્લિસ્ટ્સ આ પ્રકારની રાઇડ કરે છે. ભાસ્કર પાસે વિવેકનાં એવા બે વીડિયો છે જેમાં તે આ રાઇડ દરમિયાન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો ઉલ્લેખ કરે છે. ફેસબુક પોસ્ટમાં તેમણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ફાસ્ટેસ્ટ સાઇક્લિંગ જેવા ટેગ પણ મૂક્યા છે. કાશ્મીરથી કન્યાકુમારી ફાસ્ટેસ્ટ સાઇક્લિંગ માટે પ્રતિષ્ઠિત રુટ ગણાય છે. હાલમાં આ રેકોર્ડ વિકાસ સરોહા (10 દિવસ 3 કલાક 32 મિનિટ) નામે છે. બાદમાં ભરત પન્નુએ 8 દિવસ 9 કલાક 45 મિનિટ સાઇક્લિંગ કરીને આ રેકોર્ડ તોડવા ગિનીસમાં દાવો કર્યો છે. થોડા દિવસમાં ઓમ મહાજન નામનાં ટીન એજરે 8 દિસ 7 કલાક 38 મિનિટ સાઇક્લિંગ કરીને પન્નુનો રેકોર્ડ તોડી નાંખ્યો. હવે વિવેક શાહ પુરાવા આપે તો તેઓ ઓમનો રેકોર્ડ તોડી નાંખે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો