મોટી સફળતા:અમદાવાદ સાયબર ક્રાઈમે સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી નાઇજિરિયન ગેંગના માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત અને બહારના અનેક રાજ્યોના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે

સાયબર ક્રાઈમની ટીમે સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતી નાઇજિરિયન ગેંગ માસ્ટર માઇન્ડ ભારતીય સાગરીતની ધરપકડ કરી છે. ગુજરાત અને ગુજરાત બહારના અનેક રાજ્યોના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમની ટીમને સફળતા મળી
વર્ષ 2020માં અમદાવાદના એક વાપરી સાથે 1 કરોડ 37 લાખ કરતાં વધુ રૂપિયાની સીમ સ્વેપિંગના આધારે છેતરપિંડી થઈ હોવાથી ફરિયાદ સાયબર ક્રાઈમમાં કરી હતી અને જેની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમને હવે સફળતા મળી છે. વેસ્ટ બેંગાલથી સીમ સ્વેપિંગના ગુનાનો ભારતીય માસ્ટર માઈન્ડ આરોપી સાગર મહાતોની ધરપકડ કરી છે. આરોપી ગુનો આચરવા માટે શનિવારનો દિવસ નક્કી કરતો હતો.

આરોપી માત્ર 10 ધોરણ સુધી જ ભણેલો છે
જેથી કરીને ભોગ બનનારને પોતાનાં એકાઉન્ટની કે ટ્રાન્જેક્શનની વિગતના મળે અને બે દિવસમાં ભોગ બનનારના પૈસા બીજા એકાઉન્ટ ટ્રાન્સફર કરી દેતા હતા. આરોપીની પૂછપરછમાં નાઇજિરિયન ગેંગ દ્વારા તેને ડેટા આપવામાં આવતા હોવાની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ફ્રોડ કરેલા પૈસાના 50 ટકા રૂપિયા નાઇજિરિયન ગેંગ દ્વારા ક્રિપટો કરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા. આરોપી માત્ર 10 ધોરણ સુધી જ ભણેલો છે. આરોપી અગાઉ મુંબઈ, હૈદરાબાદ, વેસ્ટ બંગલામાં 10 વધુ ગુનાઓમાં પકડાયેલો છે. હાલ તો સાયબર ક્રાઈમની ટીમે માસ્ટર માઈન્ડની ધરપકડ કરી નાઇજિરિયન ગેંગના વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...