તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યવ્યાપી અનાજકૌભાંડ:નકલી સોફટવેરથી ગરીબોનું અનાજ સગેવગે કરનારા 49 કાળાબજારિયા સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો, Msc IT થયેલો યુવક પકડાયો

અમદાવાદ3 મહિનો પહેલા
સરકારી અનાજકૌભાંડમાં પકડાયેલા આરોપીઓ.
  • 49 આરોપીમાંથી 20 આરોપી સસ્તા અનાજની દુકાનના સંચાલકો
  • ખાસ સોફ્ટવેરથી ગ્રાહકના ફિંગરપ્રિન્ટ સ્ટોર કરી એન્ટ્રી પાડીને માલ સગેવગે થઈ જતો

રાજ્યમાં સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 49 કાળાબજારિયાઓ સામે ગુનો નોંધીને આઠ કૌભાંડીની ધરપકડ કરી છે. આરોપીઓ નકલી સોફ્ટવેર બનાવી એમાં ડેટા કોપી કરી લેતા હતા. જેઓ અનાજ લેતા ન હતા તેમના નામે અનાજ લઈ વેચી દેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ લેપટોપ, CPU સહિત રૂપિયા 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રાહકની ફિંગરપ્રિન્ટથી અનાજ સગેવગે થઈ જતું
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ જે ગ્રાહક અનાજ લેવા માટે ન આવે તે લોકોના ફિંગરપ્રિન્ટ અને ડેટા સોફ્ટવેર મારફત કોપી કરી લેતા અને એ ડેટા તારીખ જતી રહ્યા પછી અપડેટ થઈ જાય તો એને આધારે અનાજ બારોબાર સગેવગે થઈ જતું હતું. હાલ આ રાજ્યવ્યાપી કૌભાંડ મોટી કંપનીઓ સાથે કનેક્ટ હોવાની શંકા પોલીસ નકારી રહી નથી.

સસ્તા અનાજની દુકાનના સંચાલકો વચેટિયા સાથે મળીને કૌભાંડ આચરતા.
સસ્તા અનાજની દુકાનના સંચાલકો વચેટિયા સાથે મળીને કૌભાંડ આચરતા.

Msc IT ભણેલા યુવકે સોફ્ટવેર બનાવી આપ્યું
ગરીબ લોકોને મળતું અનાજ બારોબાર વેચવાના કૌભાંડમાં ઓનલાઈન બિલ બનાવવામાં આવતું હતું. દીપક ઠાકોર એમએસસી આઇટી ભણેલો છે, જેણે આ કૌભાંડમાં ઉપયોગ લેવા માટે સોફ્ટવેર બનાવી આપ્યું હતું. વચેટિયાને પણ રૂપિયા આપવામાં આવતા હતા. આરોપીઓ પૈકી ત્રણ આરોપી અગાઉ મામલતદાર કચેરીમાં ડેટા-ઓપરેટર તરીકે કામ કરતા હતા.

સસ્તા અનાજના દુકાનદારો અને વચેટિયાઓની મિલીભગત
પોલીસ તપાસમાં આરોપીઓ સસ્તા અનાજના દુકાનદારો તેમજ વચેટિયાઓ સાથે મળી સસ્તા અનાજની દુકાનમાં જે રેશનકાર્ડધારકો મહિને અનાજ ખરીદ કરેલી ન હોય તેવા રેશનકાર્ડધારકના નામે આર્થિક ફાયદો મેળવવા ખોટા ઓનલાઇન બિલો બનાવવા આયોજનબદ્ધ રીતે કાવતરું ઘડ્યું હતું અને ખોટા ઓનલાઇન બિલો પણ બનાવ્યા હતા, જેમાં રેશનકાર્ડધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, આંગળાની પ્રિન્ટનો ડેટા જેવા સર્વર સોફ્ટવેર બનાવી એમાં આ ડેટા કોપી કરી રાખી એનો ઉપયોગ કરતા હતા.

Msc IT થયેલા યુવક પણ કાળાબજારિયા સાથે મળેલો નીકળ્યો.
Msc IT થયેલા યુવક પણ કાળાબજારિયા સાથે મળેલો નીકળ્યો.

પોલીસે 49 લોકો સામે ફરિયાદ નોંધી
જે લોકોએ મહિને રાશન ખરીદ્યુ ન હોય તે રાશનકાર્ડધારકના નામ પર ખોટાં બિલો બનાવડાવી સાચા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 49 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે, જેમાં આનંદ ઠક્કર તેમજ રફિકભાઈ મહેસાણિયા તથા જાવેદ રંગરેજ સહિત 49 લોકોનો સમાવેશ થાય છે, જેમાં 20 આરોપી રેશનકાર્ડધારક સંચાલક હોવાનું બહાર આવ્યું છે.

આરોપીઓ પૈકી 3 મામલતદાર કચેરીમાં કામ કરતા
ગરીબ લોકોને મળતું અનાજ બારોબાર વેચવાના કૌભાંડમાં ઓનલાઈન બોગસ બિલ બનાવવામાં આવતું હતું. આ કૌભાંડમાં ઉપયોગ લેવા માટેનું ગેમસ્કેન સોફ્ટવેર આરોપી દીપક ઠાકોરે
બનાવી આપ્યું હતું જે એમએસસી આઇ.ટી ભણેલો છે. તેમના દ્વારા વચેટિયાને પણ રૂપિયા આપવામાં આવતા હતા. આરોપીઓ પૈકી ત્રણ આરોપી અગાઉ મામલતદાર કચેરીમાં ડેટા-ઓપરેટર તરીકે કામ કરતા હતા.

કૌભાંડીઓ પાસેથી 35962 લોકોનો ડેટા મળ્યો
ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.પી.ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, હાલમાં પ્રાથમિક તપાસમાં રાજયના વિવિધ જિલ્લાના કુલ 35962 લોકોના રેશનિંગ કાર્ડનો ડેટા મળી આવ્યો છે.આ જોતા સમગ્ર કૌભાંડ મોટુ હોવાનુ જણાતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. હાલમાં પકડાયેલા આરોપીઓ ઉપરાંત અન્ય વ્યક્તિઓ પણ આ કૌભાંડમાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.