વિવાદિત પોસ્ટનો મામલો:​​​​​​​કેન્દ્રીય ગૃહમંત્રી શાહ અને IAS પૂજા સિંઘલની તસવીર ટ્વિટર પરથી હટાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મેટ્રો કોર્ટમાં અરજી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કચેરીની ફાઈલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કચેરીની ફાઈલ તસવીર
  • પૂજા સિંઘલની અમિત શાહ સાથે 2017ની તસવીર પોસ્ટ કરી તેને 2022ની બતાવાઈ હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઝારખંડના IAS પૂજા સિંઘલના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ તસ્વીર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મેટ્રો કોર્ટમાં અરજી કરી છે. ઝારખંડના પૂજા સિંઘલની મની લોન્ડરિંગના કિસ્સામાં EDએ ધરપકડ કરી હતી. જે બાદ તેઓ વિવાદમાં આવ્યા હતા. ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે પૂજા સિંઘલની તસવીર વાયરલ થઈ હતી. જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ તસવીરને દૂર કરવા માટે તજવીજ હાથ ધરી હતી, જે સંદર્ભે ટ્વીટરને ફોટો દૂર કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકૃત મેઈલ આઈડી મારફતે વિનંતી કરવામાં આવી હતી. પરંતુ ટ્વિટરે કોર્ટના આદેશના આધારે જ તસવીર દૂર કરવાની કાર્યવાહી થઈ શકે તેમ જણાવ્યું હતું. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં તસવીર દૂર કરવા સંદર્ભે અરજી કરી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પૂજા સિંઘલની વાયરલ થયેલી તસવીર અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, મુંબઈના અવિનાશ દાસ નામના શખ્સે પોતાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પરથી 8મી મે 2022ના રોજ પોસ્ટ વાઇરલ કરી હતી. આ તસવીરમાં બંને એકબીજા સાથે વાતચીત કરતા જોવા જોવા મળ્યા હતા.

ઉપરાંત તેમાં એક સ્ત્રી ઉપર રાષ્ટ્રધ્વજના ચિહ્નવાળું વસ્ત્ર પહેરાવેલ હોવાનું પેન્ટિંગ જોવા મળ્યું હતું. આ પોસ્ટ વાઈરલ થતા ક્રાઈમ બ્રાન્ચે અવિનાશ દાસ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં કેન્દ્રીય મંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બાબતે આઇટી એકટ હેઠળની કલમો લગાવવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે રજુઆત કરી છે કે વર્ષ 2017માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઝારખંડના પ્રવાસે હતા, તે સમયની આ તસવીર છે.

અન્ય સમાચારો પણ છે...