છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ:રાજસ્થાનમાં ખોદકામ કરતાં મોટો ખજાનો મળ્યો છે કહી વેપારીને નકલી સોનું પધરાવ્યું, ક્રાઈમ બ્રાન્ચે ગેંગના 2 સભ્યને ઝડપ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નકલી સોનું પધરાવતાં 2ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા - Divya Bhaskar
નકલી સોનું પધરાવતાં 2ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
  • સામાન્ય વ્યક્તિને લાખોનો ફાયદો થશે તેમ કહીને સામાન્ય લોકોને ફસાવ્યા

રાજસ્થાનમાં જૂના ખોદકામ દરમિયાન મોટો ખજાનો નીકળ્યો છે, અમે કોઈ સોનીને વેચીશું તો પકડાઈ જઈશું. જેથી સાહેબ તમે આ લઈ લો. આમ કહીંને કરિયાણાની દુકાનવાળા કે પછી સામાન્ય રાહદારીને વાતોમાં ફસાવીને રૂપિયા પડાવી અસલી સોનાની અડધી કિંમતે નકલી સોનું પધરાવી દેતી ગેંગના બે શખસોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. પકડાયેલા આ શખસો પાસેથી અત્યાર સુધી ત્રણ શખસોને છેતરીને રૂપિયા પડાવી લીધેલા હોવાની વિગત સામે આવી છે.

85 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બીજલ કુમાર ઉર્ફે બીલ્લા પરમાર અને દરગરામ સખલાની અટકાયત કરી હતી. પોલીસે આ બન્નેની ઉલટ તપાસ કરતા એમની પાસેથી સોનાના મણકા, તાર, રોકડ રૂપિયા મળીને કુલ 85 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

3 જગ્યાએ લોકોને છેતર્યા હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું
આ બન્નેને પૂછપરછ કરતાં એમને જણાવ્યું હતું કે, તેઓ લોકોની પાસે જઈને રાજસ્થાનના ખોદકામ દરમિયાન સોનું નીકળ્યું છે તેમ કહીને અલગ અલગ જગ્યાએ રૂપિયા પડાવ્યા હતા. હાલ બન્ને આરોપીઓએ ત્રણ જગ્યાએ આવી રીતે લોકોને છેતર્યા હોવાની કબૂલાત કરી છે. આ સમગ્ર મોડ્સ ઓપરેન્ડીથી અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની શક્યતા છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.