તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુલેટ ચોરીનો પર્દાફાશ:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બુલેટ ચોરી કરતી ગેંગના 4 શખ્સને ઝડપી લીધા, ગાંધીનગરમાંથી 11 અને અમદાવાદમાંથી 7 બુલેટની ઉઠાંતરી કરી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે આરોપીઓ - Divya Bhaskar
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે આરોપીઓ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બુલેટ ચોરતી રાજસ્થાનની ગેંગના 4 શખ્સને ઝડપી લીધા છે. ક્રાઈમ બ્રાન્ચે આ ચાર શખ્સ પાસેથી રૂ.13 લાખ 55 હજારના ચોરીના 11 બુલેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ 21 જેટલી બુલેટ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો હતો. કુલ 21 બુલેટમાંથી ગાંધીનગરમાંથી સૌથી વધુ 11, ત્યાર બાદ અમદાવાદમાંથી 7 અને રાજસ્થાનના અજમેરમાંથી 3 બુલેટની ચોરીને અંજામ આપ્યો છે.

કોણ કોણ છે આરોપી
અમદાવાદ શહેરમાં વાહન ચોરીના ગુનાઓઓ શોધી કાઢવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 14 નવેમ્બરે મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોતા બ્રીજના દક્ષિણ છેડેથી ક્રાઈમ બ્રાન્ચે બુલેટ ચોરી કરતી ગેંગના 4 શખ્સને ઝડપી લીધા છે. જેમાં હનુમંતસિંગ ઉર્ફે હનુમંત ઉર્ફે હની ચૌહાણ (ઉ.વ.22,રાજસમંદ રાજસ્થાન), દિનેશસિંહ ચુનસિંહ ચૌહાણ (ઉ.વ.19. રાજસમંદ,રાજસ્થાન તથા), રાહુલ દેવસિંગ લુંબસિંગ ચૌહાણ (ઉ.વ.20. રાજસમંદ, રાજસ્થાન), લક્ષ્મણકુમાર કેવલચંદ કુમાવત (ઉ.વ.28.પાલી, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.

બુલેટના લોક તોડી નાંખી ડાયરેક્ટ કરી ચોરી કરતા
આ આરોપીઓની પુછપરછ દરમ્યાન આ બુલેટ તેઓએ અમદાવાદ શહેર તથા ગાંધીનગર વિસ્તાર તથા રાજસ્થાન અજમેર વિસ્તારમાંથી બુલેટના લોક તોડી નાંખી ડાયરેક્ટ કરી ચોરી કરી લેતા હોવાની આકબુલાત કરી છે. જે તેમની પાસેથી કબજે કરેલા બુલેટના તથા કરેલી કબુલાત આધારે તપાસ કરતા બુલેટ ચોરીઓના ગુનાઓ ડીટેક્ટ થયા છે. જે આધારે જે-તે પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપી મુદ્દામાલ મોકલી આપવા તજવીજ કરી છે.

શોધાયેલા કેસોની વિગતો

 1. એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ગુરનં-591/2020 ઈપીકો કલમ-379 મુજબ
 2. એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ગુરનં-593/2020 ઈપીકો કલમ-379 મુજબ
 3. શાહીબાગ પોલીસ સ્ટેશન ગુરનં-1930/2020 ઈપીકો કલમ-379 મુજબ
 4. શાહીબાગ પોલીસ સ્ટેશન ગુરનં-1830/2020 ઈપીકો કલમ-379 મુજબ
 5. નરોડા પોલીસ સ્ટેશન ગુરનં-2450/2020 ઈપીકો કલમ-379 મુજબ
 6. ચાંદખેડા પોલીસ સ્ટેશન ગુરનં-0085/2020 ઈપીકો કલમ-379 મુજબ
 7. સાબરમતી પોલીસ સ્ટેશન ગુરનં-145/2019 ઈપીકો કલમ-379 મુજબ
 8. ગાંધીનગર સેકટર-7 પોલીસ સ્ટેશન ગુરનં-467/2020 ઈપીકો કલમ-379
 9. ગાંધીનગર સેકટર-7 પોલીસ સ્ટેશન ગુરનં-468/2020 ઈપીકો કલમ-379
 10. ગાંધીનગર સેકટર-7 પોલીસ સ્ટેશન ગુરનં-531/2020 ઈપીકો કલમ-379
 11. રાજસ્થાન અજમેર પોલીસ સ્ટેશન ગુરનં-83/2020 ઈપીકો કલમ-379
 12. રાજસ્થાન અજમેર પોલીસ સ્ટેશન ગુરનં-84/2020 ઈપીકો કલમ-379
 13. રાજસ્થાન અજમેર પોલીસ સ્ટેશન ગુરનં-87/2020 ઈપીકો કલમ-379
 14. સપ્ટેમ્બર-2019માં ગાંધીનગરના સે-7/બી ખાતેથી એક બુલેટ ચોરી કરેલ છે.
 15. ઓકટોબર-2019માં ગાંધીનગરના સે-7 /બી ખાતેથી એક બુલેટ ચોરી કરેલ છે
 16. ઓગસ્ટ-2019માં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી એક બુલેટ ચોરી કરેલ છે
 17. સપ્ટેમ્બર-2019માં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ નજીકની કોલોની ખાતેથી એક બુલેટ ચોરી કરેલ છે.
 18. એપ્રિલ-2019માં ગાંધીનગરના બસ સ્ટેશન પાસેથી એક પલ્સરની ચોરી કરેલ છે.
 19. મે-2019માં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ નજીકથી એક પલ્સર બાઈક ચોરી કરેલ છે.
 20. જૂન-2019માં ગાંધીનગરના બસ સ્ટેશન પાસેથી એક પલ્સર બાઈક ચોરી કરેલ છે.
 21. જૂન-2019માં ગાંધીનગરના બસ સ્ટેશન પાસેથી એક પલ્સર બાઈક ચોરી કરેલ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો