મોબાઈલ ચોરી:અમદાવાદમાં લોકોની નજર ચૂકવી મોબાઈલ તફડાવતા 2 યુવક અને 2 કિશોરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

અમદાવાદએક વર્ષ પહેલા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા હતા
  • ચારેય પાસેથી ક્રાઈમ બ્રાન્ચે રૂ 2.21 લાખની કિંમતના 28 મોબાઈલ કબ્જે કર્યા
  • ચારેયએ ભેગા મળીને કડી સહિત અમદાવાદમાં 10 દિવસમાં જ 17 જગ્યાએ મોબાઈલ ચોર્યા

શહેરમાં સ્નેચિંગ, લૂંટ અને ચોરીના બનાવ બની રહ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોબાઈલ ચોરી કરતા બે યુવક અને બે કિશોર સહિત ચારને ઝડપી પાડ્યા છે. ચારેયએ શહેરના સેટેલાઈટ, વેજલપુર, સરખેજ, આનંદનગર, વાસણા, એલિસબ્રિજ, અસલાલી અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદમાં મોબાઈલ ચોરીને અંજામ આપ્યા હતા.

રાજકોટથી મજૂરી કરવા આવ્યા હતા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ASI ભરતસિંહ અને જગદીશને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રાજકોટથી મજૂરી કરવા આવેલા હોવાની ખોટી ઓળખ ઊભી કરીને ચાર ઈસમો અજી હાઈવે પરની ખુલ્લી જગ્યામાં વસવાટ કર્યો હતો. ત્યાં રહીને તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોની નજર ચૂકવીને મોબાઈલ ફોન તડફાવે છે. ચોરેલા મોબાઈલ વેચવા માટે ફી રહ્યા છે અને વેજલપુર હાલપુરા ફાટક પાસે ખુલ્લામાં રહે છે.

10 દિવસમાં જ 17 જગ્યાએ મોબાઈલ ચોર્યા

મકરબા ખાતે ખુલ્લી જગ્યામાં રહેતા
પોલીસને બાતમી મળી હતી કે, જયેશ ઉર્ફે ધમો સોલંકી (ઉ.વ.21) રહે ચુનારા વાસ, ભાણજી બાપાના મંદિર પાસે છાપરામાં થોરાળા પોલીસ સ્ટેશન પાસે ભાવનગર રોડ, રાજકોટ અને વિજય છનાભાઈ ચાવડા (ઉ.વ.24) બાલીયાસણા, કુવાડવા રોડ, રાજકોટ તેમજ અન્ય બે કિશોર હાલ વોડાફાન ટાવરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં મકરબા, અમદાવાદ રહે છે. તેમની પાસેથી રૂ. 2.21 લાખની કિંમતના 28 ફોન ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી આવ્યા હતા.

ચારેય પાસેથી પોલીસે 28 મોબાઈલ જપ્ત કર્યા
ચારેય પાસેથી પોલીસે 28 મોબાઈલ જપ્ત કર્યા

મોડસ ઓપરેન્ડી
બે યુવક અને બે કિશોરોની મોડસ ઓપરેન્ડી ભેગા મળીને એકબીજાની મદદગારીથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોની ભીડભાડવાળી જગ્યાએ જઈન લોકોની નજર ચૂકવીને મોબાઈલ ફોનો ચોરી લેતા હતા.

અન્ય સમાચારો પણ છે...