2 વોન્ટેડની ધરપકડ:રાજ્યમાં લૂંટફાટ, હત્યા અને ગેંગરેપ જેવા કુલ 52 જેટલા ગુનામાં વોન્ટેડ ડફેર ગેંગના બે આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાતમીના આધારે ડફેર ગેંગના 2 આરોપીઓને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચ સફળ - Divya Bhaskar
બાતમીના આધારે ડફેર ગેંગના 2 આરોપીઓને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચ સફળ
  • 2019માં રાજ્યમાં ચકચાર મચાવનાર કડી કેનાલ રોડ પર સામુહિક દુષ્કર્મ કેસમાં એક આરોપીઓ સંડોવાયેલો હતો

રાજ્યમાં ચકચાર મચાવનાર કડી કેનાલ રોડ પર સામુહિક દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અને સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 52 જેટલા ગુનામાં વોન્ટેડ ડફેર ગેંગના બે આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ડફેર ગેંગ પાછળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છેલ્લા 3 મહિનાથી મહેનત કરતી હતી. આખરે તેમને સફળતા મળી હતી અને બંન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.

કડી પાસે દિવાળી ટાણે લૂંટ અને ગેંગરેપ
વર્ષ 2019માં દિવાળી તહેવાર દરમિયાન કડી પાસેના એક ગામમાં લૂંટ તથા ગેંગરેપનો બનાવ બન્યો હતો. જેમાં ખેતરમાં એક દંપતીને લઈ જઈને પતિને બાંધી દીધો અને પત્ની સાથે ત્રણ શખ્સોએ દુષ્કર્મ કર્યુ હતુ. જે અંગે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ આ આરોપી અગાઉ પણ કેટલીક લૂંટમાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

3 મહિનાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડફેર ગેંગ પાછળ તપાસ કરતી હતી
3 મહિનાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડફેર ગેંગ પાછળ તપાસ કરતી હતી

ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓને શોધતી હતી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છેલ્લા 3 મહિનાથી આ આરોપીને પકડવા તપાસ કરતી હતી. દરમિયાન PSI એસ.પી ગોહિલ અને PSI એ.પી.જેબલિયાને બાતમી મળી હતી કે અમદાવાદ તરફ આરોપી આવવાના છે. જેના પગલે તેમની ટીમે વોચ ગોઠવી રસુલ નથ્થુભાઈ ડફેર(ઉ.વ.22) અને શરીફ અલ્લારખા ડફેર હોવાનું જણાવ્યુ હતુ. તેમની પાસેથી ચોરીનું બાઈક બે મોબાઈલ તથા દેશી બનાવટી બંદૂક મળી આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે જપ્ત કર્યુ છે.

નેટવર્ક ઊભું કરીને ગુનાને અંજામ આપતા
આરોપીની પુછપરછ કરતાં આ આરોપીઓ સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, મોરબી , મહેસાણા, બનાસકાંઠી જિલ્લામાં તેમનું નેટવર્ક ઉભું કરી હત્યા, હત્યાના પ્રયાસો, લૂંટ, ધાડ, હથિયાર, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, સરકારી કર્મચારી પર જીવલેણ હુમલો વગેરે જેવા ગુનાઓ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધા પોલીસ સ્ટેશનમાં બંન્ને આરોપીના વિરુદ્ધમાં ગુજસીટોક એક્ટ હેઠળ કલમ પણ નોંધાઈ હતી.

ડફેર ગેંગ ચોરી અને લૂંટફાટને અંજામ આપીને ફરાર થતી
ડફેર ગેંગ ચોરી અને લૂંટફાટને અંજામ આપીને ફરાર થતી

આરોપીઓ ખેતરમાં પરિવાર સાથે રહેતા
આરોપીઓ લૂંટ કરીને ખેતરની વચ્ચે તેમની પત્ની અને પરિવાર સાથે રહેતા હતા. જો કે ખેતરમાં તેમના ઘર સુધી પહોંચે તો તેમને તરત ખબર પડતી અને તેઓ ભાગી જતા હતા. આરોપીઓ પોલીસથી બચવા માટે કૂતરાઓ સાથે રાખતા હતા. જેથી તેમને પકડવા માટે કોઈ આવે તો તેમના પર કુતરા છોડી મુકતા અને આનો લાભ મેળવી તે લોકો ભાગી જતા હતા. અગાઉ પણ આરોપીઓને પોલીસ આવી હોવાની જાણ થતા અંધારાનો લાભ મેળવી પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

લૂંટ બાદ જગ્યા બદલી દેતા
આરોપીની પુછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ ચોરી અને લૂંટફાટ કરતા રહેતા હતા. જો કે લૂંટ કર્યા પછી બીજી જગ્યાએ ભાગી જતા અને લૂંટ અને ચોરીની પ્રક્રિયા શરૂ જ રાખતા હતા. તથા હથિયાર પણ સાથે જ રાખતા જેથી લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવી લેતા હતા.

અન્ય સમાચારો પણ છે...