ડ્રગ્સનો કાળા કારોબાર:​​​​​​​મુંબઇમાં એમ.ડી ડ્રગ્સના મુખ્ય સ્પ્લાયર અને ડ્રગ્સ માફિયા આરીફ બોસ અને ચિન્કુ પઠાણની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રગ્સના ગુનામાં પકડાયેલ આરોપી - Divya Bhaskar
ડ્રગ્સના ગુનામાં પકડાયેલ આરોપી
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે સપ્યાલર પાસેથી 1.46 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું હતું

તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતના યુવાધનને ડ્રગ્સના નશાથી બરબાદ થતાં અટકાવવા નશીલા પદાર્થની બદીને ગુજરાતમાંથી નેસ્ત નાબુદ કરવા તેમજ તેની હેરાફેરી અટકાવવા, યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખૂબ જ વધતા જતાં ઉપયોગને રોકવા સૂચના કરી હતી. જે અંતર્ગત અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થયેલી 1.46 કરોડના 1469 ગ્રામ એમ.ડી ડ્રગ્સના ગુનાની તપાસમાં મુંબઈના મુખ્ય ડ્રગ્સ સપ્લાયરનો રોલ સામે આવ્યો હતો. જે મામલે એમ.ડી ડ્રગ્સનો જથ્થો પુરો પાડનાર ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચી તેની ધરપકડ કરવા પોલીસે તપાસ શરૂ કરી હતી.

અમદાવાદમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર મુંબઈ પહોંચ્યા
આ ગુનામાં સૌથી પહેલા પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં તેમની પાસેથી કબ્જે કરવામાં આવેલ મેથા એમ્ફેટામાઇન (એમ.ડી) ડ્રગ્સનો જથ્થો મુંબઇ સ્થિત એમ.ડી ડ્રગ્સ સ્પ્લાયર અસ્ફાક બાવા તથા અન્ય માણસો મારફતે મળ્યો હોવાનું જણાયું હતું. આથી બાતમીના આધારે પોલીસે મુંબઈના અફાક અહેમદ ઉર્ફે અફાક બાવાને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ડ્રગ્સનો જથ્થો મુંબઈ સ્થિત સપ્લાયર ફરહાનખાન તથા રેહાનખાન પાસેથી મળ્યો હોવાનું જણાવ્યું હતું.

દુબઈનો કૈલાશ રાજપુત મુંબઈથી નેટવર્ક ચલાવતો
દુબઈનો કૈલાશ રાજપુત મુંબઈથી નેટવર્ક ચલાવતો

મુંબઈથી ડ્રગ્સ ખરીદી અમદાવાદ વેચાતું
આ જાણકારીના આધારે આરોપી મોહમંદ ફરહાનખાન નાસીરખાનની તપાસ કરતાં તે NCB પોલીસ સ્ટેશનમાં NDPS Act 1985ના ગુનામાં સેન્ટ્રલ જેલ થાણે ખાતે કેદ હોવાની હકીકત જણાઈ હતી. આથી આરોપી વિરૂધ્ધ પુરાવા એકઠા કરી કાયદાકિય કાર્યવાહી પુર્ણ કરી પ્રોડકશન વોરન્ટના આધારે મેળવી આ ગુનામાં 17 જુલાઈ 2021ના રોજ ધરપકડ કરી હતી. આરોપીના 21 જુલાઈ સુધી રિમાન્ડ મેળવી આરોપીની ઘનિષ્ટ પૂછપરછ કરતાં મેથા એમ્ફેટામાઇન (એમ.ડી) ડ્રગ્સનો જથ્થો મુંબઇના મોટા ડ્રગ્સ માફિયા પરવેઝ ઉર્ફે ચિન્કુ પઠાણ, નસરૂલ્લાખાન પઠાણ તથા આરીફ ઉર્ફે બોસ યાકુબ ભુજવાલા પાસેથી ખરીદી વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું.

દુબઈનો ડ્રગ્સ માફિયા કારોબાર ચલાવતો
આ માહિતીના આધારે આરોપીઓ સંબંધી તપાસ કરતા ગુનાના કામે સંડોવાયેલ બન્ને આરોપીઓ મુંબઇના સૌથી મોટા ડ્રગ્સના વેપારી હોવાનું, તેઓ બન્ને હાલ જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ સેન્ટ્રલ જેલ થાણે ખાતે કેદ હોવાની હકીકત જણાઈ હતી. જેમની અટકાયત કરીને પૂછપરછ કરતા બન્ને મુંબઇ ખાતે એમ.ડી ડ્રગ્સના મુખ્ય સ્પ્લાયર છે અને દુબઇ ખાતે રહી ભારતમાં એમ.ડી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા સુત્રધાર કૈલાશ રાજપુત સાથે મળી ભારતમાં એમ.ડી ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક કૈલાશ રાજપુતના માણસ સિકંદર મારફતે ચલાવતા હતા. આ બન્ને પૈકી આરીફ ઘણી વખત દુબઇ જઇ એમ.ડી ડ્રગ્સની મિટીંગ કરી હોવાનું જણાવ્યું હતું. તેના હાથ નીચે મુંબઇમાં ઘણા સપ્લાયર છે. જે તમામ અલગ અલગ રાજ્યમાં એમ.ડી ડ્રગ્સની સપ્લાયની ચેઇન ચલાવે છે. સદર બન્ને ઇસમોની પૂછપરછમાં દર મહિને આશરે ૩૦કિ.ગ્રામ જેટલો એમ.ડી ડ્રગ્સનો સપ્લાય કરતાં હોવાની કબૂલાત કરેલ છે.