અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 41 કિલો ચાંદીની ચોરી કરી ફરાર આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ તેના મિત્ર સાથે મળીને વર્ષ 2005માં એક વ્યક્તિ પાસેથી 41 કિલો ચાંદીના પાયલની ચોરી કરી મુંબઈ બાદમાં ગોવા જતો રહ્યો હતો. હાલમાં ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2005માં ફરીયાદી ગુણવંતભાઇ ચીમનલાલ દવે પોતાની મોટર સાયકલ ઉપર શ્રીજી પ્લેટર્સમાં 41 કિલો ચાંદીના પાયલ પ્રોસેસીંગ માટે આપેલી હતી. તે લેવા માટે ગયા હતાઅને પરત જતા હતા તે દરમ્યાન એક બાઈક પર આવેલ બે ઇસમોએ ફરીયાદીની બાઈકને ટક્કર મારી નીચે પાડી દઇ અન્ય બે ઇસમો પણ આવી ફરીયાદીને માર મારી આંખમાં મરચા નાખી 41 કીલો ચાંદીના પાયલ ભરે બે થેલા તથા બાઈકની લુંટ કરી ભાગી ગયા હતા. જે અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હતો.
હાલમાં પોલીસે નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે એક ટીમ બનાવી છે. જેમા બાતમીના આધારે આ અરોપી ગોમ્સ અનિલભાઇ ડીસોજાને ચાંદલોડિયા ખાતેથી ઝડપી લેવાયો છે. આરોપીની પુછપરછ કરતા પોતાનો જન્મ અમદાવાદ રામોલ વિસ્તારમાં થયેલ અને પોતે ધોરણ-6 સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતાની માતા મરણ જતા પિતા હેરાન કરતા હોય પોતે તથા ભાઇ બહેનો અમરાઇવાડી ખાતે ભાડેથી રહેવા જતો રહ્યો હતો.
આ દરમ્યાન અમરાઇવાડી વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે કાલુ ઠક્કર સાથે પરીચય થયેલ અને પોતે તથા વિજય અને તેના મિત્ર નાઓએ ભેગા મળી નવરંગપુરા વિસ્તારમાં એક વ્યક્તિના બાઈકને ટક્કર મારી તેની પાસેના ચાંદીના દાગીના ભરેલ થેલા તથા તેના બાઈક લૂંટ કરી હતી. જે કેસમાં પોલીસ પોતાના ઘરે તપાસમાં ગયેલ હોવાનું જાણવા મળતા પોતે મુંબઇ ખાતે જતો રહ્યો અને મુંબઇ ખાતે બે દિવસ રોડ ઉપર રહેલ અને ત્યારબાદ ગોવા ખાતે જતો રહ્યો અને ગોવા ખાતે આવેલ પંજીમ વિસ્તારમાં માછલીઓ પકડવાનું કામ કરવા લાગેલ અને ત્યાંજ રહેતો હતો.
આ દરમ્યાન 2019માં ફેસબુક દ્વારા પોતાની બહેન તથા ભાઇ સાથે સંપર્ક થયો અને તે અમદાવાદ ચાંદલોડીયા ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અમદાવાદ ખાતે પ્રસંગોપાત આવતો હતો. પોતાના ભાઇ રવિની પત્નીનો શ્રીમંત પ્રસંગ રાખેલ હોય, જેથી ગઇ 9-12-2021ના રોજ ગોવાથી અમદાવાદ ખાતે આવેલ અને બહેન સાથે ચાંદલોડીયા ખાતે રહેતો હતો. આ દરમ્યાન કોરોનાના કેસો વધવા લાગેલ હતા હાલમાં ગોવા ખાતે નહી જવાનું વીચારી બહેન સાથે રહેતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.