આરોપીઓની ધરપકડ:અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલી લૂંટના આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરી, મુખ્ય આરોપી UP પોલીસના સંકજામાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીને પકડી પાડ્યા - Divya Bhaskar
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીને પકડી પાડ્યા
  • ઓડીશાથી હત્યાના ઈરાદે ગેંગના સાગરિતોને બાલાવાયા હતા

અમરાઈવાડીમાં થયેલી હત્યા અને કાગડાપીઠમાં થયેલી લૂંટના આરોપીઓની ક્રાઈમબ્રાન્ચે ઘરપકડ કરી છે. ઓડીશાથી હત્યા કરવાના ઈરાદે આ ગેંગના સાગરિતોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હત્યા અને લૂંટના ગુનાને પણ અંજામ આપી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ત્યારે મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશ પોલીસના સંકજામાં છે. એના સિવાય હજુ એક આરોપી ફરાર છે.

મુખ્ય આરોપી યુપી પોલીસના સંકજામાં છે
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જીગ્નેશ ઉર્ફે બાદલ, મુકેશ ઉર્ફે માયા અને યુનુસ શેખની ધરપકડ કરી છે. ત્યારે આ ગુનામાં મુખ્ય આરોપી ભાવેશ અને રંજન મલિક પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે રાજા ઉત્તરપ્રદેશમાં પોલીસની સાથે બબાલમાં ઈજાગ્રસ્ત થયેલો છે. જે હાલ UP પોલીસના સંકજામાં આવી ગયો છે. તાજેતરમાં જ અમદાવાદના અમરાઈવાડીમાં અવધેશ હરીચંદ્ર શાહની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી ભાવેશ ઉર્ફે રાજાને અવધેશ સાથે અંગત અદાવત હતી. જેને લઈને ભાવેશે રંજન મલિક, મુકેશ માયા બ્રિજાશ બાદલ સહિતના આરોપીઓને અંગત અદાવતનો બદલો દેવા માટે વાત કરી. જેને લઈ ભાવેશ અન્ય આરોપીઓએ સાથે મળીને અવધેશને 20 જેટલા ઘા મારી મોત ઘાટ ઉતારી દઈ હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

અમદાવાદ શહેરના બે પોલીસ સ્ટેશનની હદમાં હત્યા અને લૂંટ કેસમાં 3ને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા
અમદાવાદ શહેરના બે પોલીસ સ્ટેશનની હદમાં હત્યા અને લૂંટ કેસમાં 3ને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા

કચ્છની જેલમાં બે આરોપી મળ્યા હતા
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવેશ અને રંજન મલિક કચ્છની જેલમાં બંધ હતા. તે દરમિયાન ભાવેશ અને રંજનની મુલાકાત થઈ હતી. ભાવેશની અવધેશની સાથે માથાકૂટ ચાલતી હતી. તે બાબતે રંજન સાથે વાત કરી હતી. રંજન એ મૂળ ઓડિશા અને સુરતના રહેતા મુકેશ અને જીગ્નેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સાથે વાત કરી ભાવેશની મદદ કરવા માટે અમદાવાદ બોલાવ્યો હતો. આ તમામ આરોપીઓને ઘોડાસર પાસે ફ્લેટમાં રાખવામાં આવ્યા હતા.

હત્યા બાદ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા
બાદમાં હત્યાના અંજામ આપી બરોડા જતા રહ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે ભાવેશ અને માયાએ કાગડાપીઠમાં 16 લાખની લૂંટ પણ કરી અને નારોલ ખાતે બાઈક બિનવારસ હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા. મહત્વનું છે કે આરોપી યુનિશ શેખે જેલમાં બંધ અન્ય એક શખસના કહેવાથી આ હથિયાર ભાવેશને આપેલું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહત્વનું છે કે, તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ભાવેશનો કબ્જો મેળવવા UP પોલીસના સંપર્કમાં છે. ત્યારે મુખ્ય આરોપી પકડાયા બાદ વધુ ગુનાઓના ભેદ ઉકેલાઇ શકે તેમ છે.

રિવોલ્વર આપનારની પણ ધરપકડ
આરોપીઓએ કબૂલાત કરી હતી કે, હત્યા કર્યા બાદ તેઓ વડોદરા ગયા હતા, જ્યારે બિગ્નેશ સુરત જતો રહ્યો હતો. ત્યાર બાદ ભાવેશની બાતમીના આધારે તેમણે કાંકરિયા પાસે એક્ટિવા ચાલકનો પીછો કરી તેને રિવોલ્વર તથા ચપ્પુ બતાવી રોકડા રૂ.16 લાખની લૂંટ કરી હતી. પોલીસે રિવોલ્વર આપનારા સુરતના રહેવાસી યુનુસ કરામતભાઈ શેખની પણ ધરપકડ કરી હતી.