તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાણવાયુનું બ્લેક માર્કેટ:ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરનારા બે શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, 5000નું સિલિન્ડર 15000માં વેચતા હતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરખેજમાં પણ 39 ઓક્સિજન સિલિન્ડર સાથે 3 ઝડપાયા - Divya Bhaskar
સરખેજમાં પણ 39 ઓક્સિજન સિલિન્ડર સાથે 3 ઝડપાયા
  • 10 કિલોનું સિલિન્ડર 15000 અને 47 કિલોનું સિલિન્ડર 28000માં વેંચતા હતા

શહેરમાં કોરોનાની મહામારીમાં ઇન્જેક્શન બાદ ઓક્સિજનની અછત સર્જાતા હવે પૈસાના લાલચુઓ મહામારીમાં કાળાબજારી શરૂ કરી છે. ઇન્જેક્શન બાદ ઓક્સિજનની કાળાબજારી કરનાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજ વિસ્તારમાં ઓક્સિજન સિલિન્ડરઅને રેગ્યુલેટર ની કાળાબજારી કરનાર બે શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ડમી ગ્રાહક ઉભો કરી છટકું ગોઠવી 5000નું સિલિન્ડર 15000માં વેચતા બંનેને ઝડપી કાર્યવાહી કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે ડમી ગ્રાહક ઉભો કરી વોચ ગોઠવી
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એલિસબ્રિજ વિસ્તારમાં કર્ણાવતી હોસ્પિટલ નીચે ભોંયરામાં આવેલી સી.કે સર્જી ડિસ્ટ્રીબ્યુટર્સ નામની દુકાનમાં બે શખ્સ ઓક્સિજન સિલિન્ડર બજાર કરતા ઉંચા ભાવે વેચે છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે એક ડમી ગ્રાહક ઉભો કરી સાથે ટીમ રાખી હતી. ડમી ગ્રાહક દુકાને જઈ અને ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર માગતા જસમીન બુંદેલા (રહે. વનમાતાની પોળ, શાહપુર) અને સાગર શુકલ(રહે. ગુપ્તાનગર, વાસણા)એ 10 કિલો ઓક્સિજન સિલિન્ડરના 15000 અને 47 કિલોના 28000 થશે તેમજ રેગ્યુલેટરના 5500 અને 7500 થશે. તાત્કાલિક ક્રાઈમની ટીમ ત્યાં પહોંચી બંને શખ્સને ઝડપી લીધા હતા.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

રેગ્યુલેટર રાખવા પરમીટ ન હોવાથી ધરપકડ
બંનેની પાસેથી 10 કિલો અને 47 કિલોના બે ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર મળી આવ્યા હતા. આ ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર રાખવા પરમીટ ન હોવાને લઇ ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. જ્યારે ઓક્સિજન સિલિન્ડર અને રેગ્યુલેટર આપવામાં નામ ખુલનારા કાલુપુરના જયમીન અને રાણીપના રહેવાસી કૌશલ જાનીની શોધખોળ શરૂ કરી છે.

સરખેજમાં ત્રણ યુવકની ધરપકડ
સરખેજમાં ત્રણ યુવકની ધરપકડ

સરખેજમાં 39 ઓક્સિજન સિલિન્ડર સાથે 3 ઝડપાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 39 મેડિકલ ઓક્સિજન સિલિન્ડરનાં કાળાં બજાર કરતા ત્રણ યુવકની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચના પીઆઈ એ. વાય. બલોચે જણાવ્યું કે, શહેરમાં કેટલાક લોકો મેડિકલ ઓક્સિજન સિલિન્ડરનાં કાળાં બજાર કરતા હોવાની બાતમી મળતા તેમની ટીમે સરખેજ નજીક મણિયાર વન્ડરલેન્ડ પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો, જેમાં પાસ-પરવાનાના મેડિકલ ઓક્સિજનનાં સિલિન્ડરો મળી આવ્યાં હતાં. આ સંદર્ભે પોલીસે ઉવેશ ફારુકભાઈ મેમણ (ઉં.28, ગફુર બિલ્ડિંગ, રાયખડ), તૌફીક અહેમદ ઇબ્રાહીમભાઈ શેખ (ઉં.24, ગજાલા રો હાઉસ, સરખેજ) અને મો. અશરફ મો. રફીક શેખ (ઉં.33, શાહ હૈદરનો મહોલ્લો, દરિયાપુર)ની ધરપકડ કરી તેમની પાસેથી કુલ 39 ઓક્સિજન સિલિન્ડર સહિત કુલ રૂ.2.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.