મૂવી બાદ બન્યો મવાલી:ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટેમ્પો ચલાવતો મોહમ્મદ બન્યો ગેંગસ્ટર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 પિસ્તોલ અને 62 કારતુશ સાથે ઝડપ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યા, લૂંટ, ડ્રગ્સ ડિલ સહિત 29 ગુનાનો આરોપી ટેમ્પો સહિત બે ઝડપાયા હતા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 પોસ્ટલ અને 62 કારતૂસ સાથે ગેંગસ્ટર મોહમ્મદ ટેમ્પો અને તેના સાથીને ઝડપી લીધા છે. ગેંગસ્ટર બનવાની સાથે તેને ફિલ્મમાં પણ કામ કરવાનો અનુભવ છે તેણે મથાભારે ફિલ્મમાં કામ કર્યું એટલું નહિ 90ના દસકામાં તેને મુંબઈમાં બેક સ્ટેજ કામ કર્યું અને ત્યારબાદ તે એક પછી એક 29થી વધુ ગુનામાં સામેલ થયો હતો. ટેમ્પ દાદાનાં નામથી જાણીતો બનેલો ગુનેગાર શહેરમાં લૂંટ, હત્યા, ધમકી, ખંડણી, ડ્રગ્સ ડિલ સહિતના કેસમાં સામેલ હતો. હવે ફરી એક વખત ક્રાઇમ બ્રાન્ચ ટેમ્પોને ઝડપી લેતા તેના વધુ કાળા કરતૂત બહાર આવે તેવી શકયતા છે.

પોલીસને 8 પિસ્તોલ અને 62 જીવતા કારતૂસ મળી આવ્યા
પોલીસને 8 પિસ્તોલ અને 62 જીવતા કારતૂસ મળી આવ્યા

બાતમીના આધારે જશોદાનગરથી પકડાયો ગેંગસ્ટર
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, જશોદાનગરથી નારોલ તરફ એક કારમાં બે શખ્સ હથિયાર સાથે જઇ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે રોડ પર કારને રોકી હતી. જેમાં ગેંગસ્ટર મોહમ્મદ ટેમ્પો અને તેનો ડ્રાઈવર શફી હતા. તેમની કારમાં એક બે નહિ પણ 8 પિસ્તોલ અને 62 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

ટેમ્પો અનેક ગેંગવોરમાં સામેલ હતો
આરોપીઓ અસંખ્ય ગુના અને જમીનનાં વિવાદમાં સંપડાયેલા હોવાથી ટ્રેનના અનેક દુશમન ઉભા થયા હતાં. જેથી તે ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખતો હતો. ટેમ્પો અનેક જગ્યાએ ગુનાઇત પ્રવૃત્તિમાં સંકળાયેલો હોવાથી અનેક નાની મોટી ગેંગવોરમાં પણ તે સામેલ છે.

ગુજરાતી ફિલ્મ માથાભારેમાં પણ કામ કર્યું હતું
મોહમ્મદ ટેમ્પો 90ના દાયકા મુંબઈની ફિલ્મ સિટીમાં સ્ટેજ અને સમાન ફરવતો હતો, જેથી તેનું નામ મોહમ્મદ ટેમ્પો પડ્યું. ત્યારબાદ બેક સ્ટેજ આર્ટિસ્ટ બન્યો પણ આ દરમિયાન મારામારી કરી તે ગુજરાત આવી ગયો. ગુજરાતમાં તેણે ગેંગ બનાવી અને લૂંટ, હત્યા, જમીન પચાવી પાડવા જેવા કામો કર્યા હતા. આ બધાની વચ્ચે તેણે ફિલ્મમાં કામ કરવા માટે ગુજરાતી ફિલ્મ માથાભારેમાં પણ કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...