સેતલવાડને કોર્ટમાં રજૂ કર્યા:તિસ્તા અને આરબી શ્રીકુમારના 1 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર, સમગ્ર કેસની તપાસ માટે પોલીસે SIT બનાવી

અમદાવાદ5 મહિનો પહેલા
  • સેતલવાડ અને શ્રીકુમાર તપાસમાં સપોર્ટ નથી કરતા- ક્રાઇમ બ્રાન્ચ
  • સવારે 6 વાગે તિસ્તાને ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી

મુંબઈથી ગુજરાત એટીએસે (એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)તિસ્તાની અટકાયત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તિસ્તાને અમદાવાદ લાવવામાં આવી હતી અને વહેલી સવારે એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. સવારે 6 વાગે તિસ્તા સેતલવાડને ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી હતી. તિસ્તા સેતલવાડને મેડિકલ રિપોર્ટ માટે ક્રાઈમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રી કુમારને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા અને બંનેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં લઈ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે 1 જુલાઈ સુધી જ બન્નેના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે પોલીસે SIT બનાવી છે જે આગળની તપાસ કરવામાં કરશે.

તિસ્તા હાલ તપાસમાં સહકાર ન આપતી હોવાનો ખુલાસો થયો છે. કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી ડી.પી ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેણે નિવેદન આપ્યું કે, હું આરોપી નથી. મારા વકીલને મળ્યા બાદ કોર્ટ રૂમમાં જઈશ. મારી સાથે બળજબરી ન કરો. મારા વકીલ સાથે વાત કરવી છે. ડીસીપી ક્રાઇમ, ચૈતન્ય માડલીકે જણાવ્યું હતું કે, આરોપીઓને હેતુ નિર્દોષ નાગરિકોને મૃત્યુદંડ અથવા હાનિ થાય તેવી સજા થાય અપાવવાનો તથા અરાજકતા ફેલાવવા માટે તેમણે આમ કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

SITમાં આ અધિકારીઓ સામેલ
રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદને લઈને તપાસ કરવા SIT બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય ઇન્ચાર્જ તરીકે DIG દીપન ભદ્રનની નિમણૂક કરવામાં આવી છે. તેમની મદદ માટે SP સુનિલ જોશી,ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકની પણ નિમણૂંક કરવામાં આવી છે. DYSP બી.સી.સોલંકીની પણ નિમણૂંક કરાઈ છે, જે કેસની તપાસ કરશે અને અન્ય 2 મહિલા PI ની પણ નિમણૂક કરવામાં આવી છે.

સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટના આધારે ક્રાઈમ બ્રાન્ચ લવાશે
SIT દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. જેમાં ખોટા દસ્તાવેજો અંગે, NGO મામલે, ફાયનાન્સ અને અન્ય વિગત અંગે તપાસ કરવામાં આવશે. 27 જૂને ત્રીજા આરોપી સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટના આધારે ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવશે, જે બાદ વધુ તપાસ શરૂ થશે. આ સાથે તિસ્તા સેતલવાડ શરૂઆતથી જ તપાસમાં સહકાર આપતા નથી જેને લાઈમે SIT માં 2 મહિલા PI ને પણ સામેલ કરવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે 3 સામે ફરિયાદ નોંધીને 2ની ધરપકડ કરી
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે મીડિયાને જણાવ્યું હતું કે, 24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાના કારણે એક ગુનો દાખલ કર્યો છે. જેમાં તિસ્તા, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ આરોપી છે.જેમાં બેની ધરપકડ કરવામાં આવશે. સજીવ ભટ્ટને લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તિસ્તા સપોર્ટ નથી કરી રહી. અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપીએ જ્યાં જ્યાં ખોટું કર્યું છે ત્યાંથી પૂરાવા ભેગા કરવામાં આવશે. તિસ્તા સિવાય કોઈ અન્ય હશે તે બહાર આવશે તેની સામે તપાસ થશે. આર બી શ્રીકુમાર અને તિસ્તા સપોર્ટ નથી કરી રહ્યા. ફાઈનાન્સ અને અન્ય વિગતની તપાસ કરવામાં આવશે. ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યું હોવાનું સામે આવ્યુ છે.

ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ કરી
ગુજરાત એટીએસે મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. શાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી તેને અમદાવાદ લઈ રવાના થઈ હતી. 3 જેટલા વાહનોના કાફલા સાથે તિસ્તા સેતલવાડને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ફરિયાદ બાદ તિસ્તાની અટકાયત બાદ આજે રવિવારે સવારે 6 વાગ્યે ધરપકડ કરાઈ હતી. અત્યાર સુધી તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ કરાઈ છે. જ્યારે સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર જેલથી અમદાવાદ લાવવામાં આવશે. આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડની માગ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા
2002ના ગુજરાત રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ખાસ તપાસ ટીમે તત્કાલીન મુખ્યમંત્રીને ક્લીનચીટ આપી હતી. તેને જાકિયા ઝાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દેતાં કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ નોંધી હતી.

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએ ફરિયાદ નોંધાવી છે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે નોધાવેલી ફરિયાદમાં સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડને આરોપી તરીકે દર્શાવાયા છે. ફરિયાદમાં જાકિયા જાફરીને મદદ કરતા તેની કોર્ટ પિટિશન, એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પૂરાવાઓ સાચા તરીકે ઉપયોગ માટે રજૂ કર્યા હતા. આરોપીઓ સામે આઈપીસી 468, 471, 194, 211, 218 અને 120 બી મુજબ ગુનો નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...