તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારુના રેકેટનો પર્દાફાશ:અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૂની 286 બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનથી દારુ ખરીદીને સુરત જઈ રહેલા આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી - Divya Bhaskar
રાજસ્થાનથી દારુ ખરીદીને સુરત જઈ રહેલા આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
  • આરોપી રાજસ્થાનના બાડમેરથી દારૂ ખરીદીને સુરત જઈ રહ્યો હતો
  • પોતાના સાળાની સ્કોર્પિયો ગાડીમાં ગુપ્તખાનું બનાવીને તેમાં દારુ સંતાડીને લાવતો હતો

ગુજરાતમાં વધી રહેલા વિદેશી દારુના વેચાણને અટકાવવા માટે પોલીસ એલર્ટ રહે છે. તે છતાંય રાજ્યમાં દારુનું વેચાણ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાંથી દારુ ખરીદીને રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સપ્લાય કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અપનાવતાં હોય છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડા રીંગ રોડ પરથી દારુના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સ્કોર્પિયોમાં દારુ ભરીને સુરત લઈ જવાતો હતો
સ્કોર્પિયોમાં દારુ ભરીને સુરત લઈ જવાતો હતો

ક્રાઈમ બ્રાન્ચે સ્કોર્પિયો ગાડીમાંથી 286 નંગ વિદેશી દારુની બોટલો જપ્ત કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અમદાવાદમાં નરોડા રીંગ રોડ પરથી એક સ્કોર્પિયો કારમાં દારુ શહેરમાં લવાઈ રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે મુઠિયા ગામ ટોલટેક્સ પાસે જ સ્કોર્પિયો ગાડીને રોકીને તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં સૌપ્રથમ તો કંઈ હાથ ના લાગ્યું પણ બાદમાં વધુ તપાસ કરતાં ગાડીમાં એક ગુપ્તખાનું મળી આવ્યું હતું. જેમાં 286 નંગ વિદેશી દારુની બોટલો હાથ લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચે કુલ 286 દારૂની બોટલ કબ્જે કરીને કારચાલક આરોપી બનેસિંગ ભાટીની ધરપકડ કરી છે.

આરોપી પોતાના સાળાની ગાડીમાં રાજસ્થાનના બાડમેરથી દારુ ભરીને લાવ્યો હતો
આરોપી રાજસ્થાનના બાડમેરથી પોતાના સાલા શંભુસિંગની સ્કોર્પિયોમાં દારુની બોટલો ભરીને સુરત લઈ જતો હતો. પરંતુ તેની જાણ ક્રાઈમ બ્રાન્ચને થઈ જતાં તે અમદાવાદમાં જ ઝડપાઈ ગયો હતો. ગાડીમાં તેણે દારુની બોટલો સંતાડવા માટે ગુપ્તખાનું પણ બનાવ્યું હતું. તે સુરતમાં ગ્રાહકોને છૂટક દારુનું વેચાણ કરતો હતો.

સ્કોર્પિયો ગાડીમાં ગુપ્તખાનુ બનાવીને દારુ સંતાડ્યો હતો
સ્કોર્પિયો ગાડીમાં ગુપ્તખાનુ બનાવીને દારુ સંતાડ્યો હતો

સુરતમાં છૂટક દારુનું વેચાણ કરતો હતો
આરોપી રાજસ્થાન બાડમેરથી પોતાના સાળા શંભુસિંગની સ્કોર્પિયો કારમાં દારૂ લઈને સુરત લઈ જઈ રહ્યો હતો. પોલીસે કુલ 286 દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી બનેસિંગ ભાટીની ધરપકડ કરી છે. સુરત શહેરમાં છૂટકમાં ગ્રાહકોને વેંચતા દારૂ રાજસ્થાનથી ગુપ્તખાનું બનાવી લઈ આવ્યો હતો.