પોલીસ એક્શનમાં:​​​​​​​અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પિસ્ટલ, જીવતા કારતુસ સહિતના હથિયાર સાથે એક આરોપી દહેગામથી ધરપકડ કરી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી પાસેથી જીવતા કારતુસ સહિત કુલ 53 હજાર રૂપિયાની મત્તા મળી આવી હતી
  • ઈસમને બે વર્ષ પહેલા તેના સગા ભાઈએ આ હથિયારો આપ્યા હતા

અમદાવાદમાં મિલ્કત તેમજ શરીર સંબંધી ગુના કરતા આરોપીઓને શોધવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કમિશનર પ્રેમવીરસિંગ તેમજ નાયબ કમિશનર ચૈતન્ય મંડલીક દ્વારા ટીમને કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપી હતી. જેના આધારે આજે પોલીસની ટીમે હથિયારો સાથે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એન્ટી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સ્કોર્ડના પી.આઈ એચ.એમ.વ્યાસના માર્ગદર્શન હેઠળ ટીમના પીએસઆઈ આઈ.એમ.ઝાલા તેમજ તેમની ટીમે આરોપીઓને પકડવા માતે પેટ્રોલીંગ શરૂ કરી દીધી હતી. તે સમયે ટીમના એ.એસ.આઈ વિક્રમસિંહ તેમજ એ.એસ.આઈ. રાજેશકુમારે એક યાસીન નામના ઈસમ ઝડપી પાડ્યો હતો. આ ઈસમ પાસેથી ગેરકાયદેસરના હથિયારો તેમજ અન્ય હેતુથી અમદાવાદથી દહેગામ તરફ થઈ રહ્યો હતો.

ત્યારબાદ પોલીસની ટીમે બાતમીના આધારે ઈસમને દહેગામ સર્કલ નજીક હંસપુરા પાટીયા બસ સ્ટેંડ પાસેથી ઝડપી પાડ્યો હતો. ઈસમ પાસેથી પોલીસને ગેરકાયદેસરની પિસ્ટલ, ખાલી મેગ્ઝીન, જીવતા કારતુસ સહિત કુલ 53 હજાર રૂપિયાની મત્તા મળી આવી હતી. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું કે, આ હથિયારો તેના સગા ભાઈના છે જેનું બે મહિના પહેલા મોત થયું છે, તેણે ઈસમને બે વર્ષ પહેલા આ હથિયારો આપ્યા હતા. પોલીસ હાલમાં આરોપી સામે ગુનો નોંધીની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...