નશાખોરો પકડાયા:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 યુવકોને કફ સિરપનો નશો કરવા અને વેચાણ કરવા બદલ ધરપકડ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી - Divya Bhaskar
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી
  • ડ્રાઇવિંગ કરતા 2 યુવકોને કફ સિરપનો નશો થતાં કફ સિરપનો વેચવાનું જ શરૂ કરી દીધું
  • કફ સિરપ આપનાર આરોપીની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કફ સિરપના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ કફ સિરપનો નશો કરતા હતા, જેથી આ નશા માટે પૈસા મળી રહે તે માટે આરોપીઓ અન્ય આરોપી પાસેથી કફ સિરપનો જથ્થો લઈને વેચતા હતા. જે વેચેલ માલ બદલ તેમને મફતમાં કફ સિરપ પીવા મળતી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પ્રકાશ ચૌહાણ અને જીગ્નેશ રાણા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કફ સિરપની 83 બોટલ પણ મળી આવી હતી. જે મામલે પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે, પોતે ડ્રાઇવીંગનો ધંધો કરતા હતા. જે દરમિયાન બંને કફ સિરપનો નશો કરવાની ટેવ પડી ગઈ હતી.

ડ્રાઇવિંગના ધંધાથી કફ સિરપના પૈસા ન નીકળતા. જેથી જે સઈદ અહેમદ પાસેથી કફ સિરપ ખરીદતા હતા. તેની પાસેથી કફ સિરપ લઈને વેચવાનું શરૂ કર્યું હતું. જેના બદલામાં તેમને મફતમાં. કફ સિરપ નશો કરવા મળતી હતી અને રોજના 400 રૂપિયા પણ મળતા હતા.સઈદ અહેમદ રોજ થેલીમાં કફ સિરપ ગણતરી કરીને આપતો હતો અને આ બંને આરોપી તેને બહેરામપુરા પીરાણા રોડ પર વેચી દેતા હતા. આરોપીની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચે આ કફ સિરપ આપનાર સઈદ અહેમદની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...