તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલધડક ઓપરેશન:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું આમિર ખાનની સરફરોશ ફિલ્મની સ્ટાઈલમાં ઓપરેશન, આરોપીને ચારેય બાજુથી ઘેરી દબોચ્યો

અમદાવાદએક મહિનો પહેલા
ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઓપરેશન પાર પાડી પકડ્યો
  • ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાટણના સરસ્વતી તાલુકાના અમરાપુર ગામે આ દિલધડક ઓપરેશન પાર પાડ્યું
  • આરોપી પાસે રહેલી પિસ્તલ પણ સિફ્તપૂર્વક કાઢીને પોલીસે વળતો પ્રહાર કરવાનો મોકો ન આપ્યો

છેલ્લા ચારેક દિવસથી સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં એક સ્થળના સીસીટીવી વાઈરલ થયો છે. આ સીસીટીવી વીડિયોમાં સાદા ડ્રેસમાં પોલીસ એક આરોપીને અદ્દલ આમિર ખાનની ફિલ્મ સરફરોશની સ્ટાઈલમાં દબોચી લે છે. આ ફિલ્મી સ્ટાઈલમાં થયેલું ઓપરેશન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાર પાડ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાટણના સરસ્વતી તાલુકાના અમરાપુર ગામે આ દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. જો કે આ વીડિયો ભરૂચ પોલીસ સહિત જુદાજુદા નામે વાયરલ થયા હતા.

આખો બનાવ શું છે
ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં મિલકત સંબંધી ગુનામાં બનાસકાંઠાના ડીસાનો કિશોર લુહાર (પંચાલ) સામેલ હતો. પોલીસ તેને શોધતી હતી. પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગઈ 27મી જૂને પાટણ જિલ્લામાં સરફરોશ સ્ટાઈલમાં એક રેસ્ટોરાંમાં બેઠેલા આરોપી સહિતનાને ચારેય બાજુથી ઘેરી લીધા હતા. સિવિલ ડ્રેસમાં પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી સહિતના પકડ્યા હતા. એટલું જ નહીં આરોપી પાસે રહેલી પિસ્તલ પણ સિફ્તપૂર્વક કાઢીને તેને વળતો પ્રહાર કરવાનો મોકો આપ્યો ન હતો.

આરોપી સાથેના લોકોને પણ પોલીસે દબોચ્યા હતા
આરોપી સાથેના લોકોને પણ પોલીસે દબોચ્યા હતા

આરોપી સામે વિવિધ ગંભીર ગુના નોંધાયેલા છે
કિશોર પંચાલ પર આર્મ્સ એક્ટ, ઘરફોડ ચોરી, લૂંટ, બળાત્કાર, મારામારી સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેની પાસેથી એક પિસ્તલ, પાંચ કારતૂસ અને 2 મેગજિન સહિતનો રૂ. 26500નો મુદ્દામાલ ઝડપ્યો હતો.

સીસીટીવીમાં શું દેખાય છે
અમરાપુર ગામના હાઈવે પર આવેલી એક રેસ્ટોરાંમાં આરોપી તેના અન્ય સાથી સાથે બેઠો હતો. દરમિયાન સિવિલ ડ્રેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમના સભ્યો ખુરશી પર બેસે છે. આરોપી પણ ત્યાં તેના સાથીઓ સાથે વાતચીત કરતો દેખાય છે. આરોપી પણ તેમને જુએ છે. મોકો મળતાં જ પોલીસની આખી ટીમ ચારેય બાજુથી તમામને દબોચી લે છે. બેઠેલા ચારેયને હલવાનો પણ મોકો આપતી નથી. દરમિયાન 6 સભ્યોની ટીમ આરોપીને પકડી રાખે છે. એક અન્ય પણ આવે છે. દરમિયાન ત્યાં નાસ્તાપાણી કરતો શખસ પણ આ જોવા જાય છે. આરોપી પાસેથી 3 પોલીસકર્મી પકડી પિસ્તોલ કબજે કરી લે છે. ત્યારે અન્ય પોલીસકર્મી પણ દોડી આવે છે અને બીજા પોલીસ પાસેથી પિસ્તોલ લઈને ખિસ્સામાં મૂકી દે છે. પોલીસ આરોપીના બંને હાથ પાછળ પકડી રાખીને તેને નીચો નમાવી દે છે. દરમિયાન અન્ય લોકો પણ જોવા જાય છે પણ પોલીસ તેમને ત્યાંથી જતા રહેવા ઈશારો કરે છે. ખુરશી પરથી ખેંચીને તેને જમીન પર પછાડી દે છે. આરોપી સાથેના અન્ય લોકોને પણ પોલીસ તલાસી લે છે. ઊભા કરે છે અને તમામને પાછા બેસાડી દે છે.

ઓપરેશન દરમિયાન પોલીસે નાગરિકોને દૂર રહેવા ઈશારા કર્યા હતા
ઓપરેશન દરમિયાન પોલીસે નાગરિકોને દૂર રહેવા ઈશારા કર્યા હતા
અન્ય સમાચારો પણ છે...