તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના દર્દીઓને મદદ:અમદાવાદનું દંપતી કોરોનાના 400 દર્દીઓને ખાખરા પહોંચાડે છે, વિકટ સ્થિતિમાં માનવતાનું ઉમદા ઉદાહરણ બન્યાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પતિ-પત્ની ખાખરા પેક કરીને સોલા સિવિલ લઈ જાય છે - Divya Bhaskar
પતિ-પત્ની ખાખરા પેક કરીને સોલા સિવિલ લઈ જાય છે
  • અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમા રહેતુ દંપતી દર્દીઓને ખાખરાના પેકેટ આપી રહ્યું છે

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા છે અને તેઓને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની સારવાર અને ખાવા-પીવા માટે જરૂરી ચીજવસ્તુઓની મદદ થાય તે રીતેના પ્રયાસ કરી આ કોરોના મહામારી લોકો મદદરૂપ થાય છે. ત્યારે અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા દંપતીએ શહેરની સોલા સિવિલ હોસ્પિટલ અને અન્ય આઇસોલેશન સેન્ટરમાં કોરોનાના દર્દીઓને ખાખરાના પેકેટ પહોંચાડી મદદરૂપ બની સેવાનું કાર્ય કરી રહ્યાં છે. દંપતી જાતે પકેટ તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડવા જાય છે.

મહિલા પતિ સાથે મળીને દર્દીઓને ખાખરા ખવડાવે છે
અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં નોકરી કરતા ખુશ્બુ પટેલ અને તેમના પતિ કોરોનામાં લોકોની સેવા કરવા આગળ આવ્યા છે. તેઓ કોરોનાના દર્દીઓ માટે ખાખરાનો નાસ્તો પહોંચાડી રહ્યાં છે. ખુશ્બુ પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં લોકોની મદદ કરવાનો અત્યારે સમય આવ્યો છે. એકબીજાની કોઈપણ રીતે મદદ કરી તેમને એક પરિવારની હૂંફ આપવાની જરૂર છે. જેથી પતિ સાથે મળી કોરોનાના દર્દીઓને ખાખરાના પેકેટ આપવાનું નક્કી કર્યું હતું. જેથી અમે જાતે ખાખરાનો ઓર્ડર આપી પેક કરતા હતા.

સોલા સિવિલના કોરોના વોર્ડમાં દર્દીઓના ખાખરા પહોંચાડાય છે
સોલા સિવિલના કોરોના વોર્ડમાં દર્દીઓના ખાખરા પહોંચાડાય છે

દંપતી ખાખરા લઈને સોલા સિવિલ પહોંચે છે
ખાખરાના પેકેટ બોક્ષમાં પેક કરી અને જાતે અમે પતિ- પત્ની સોલા સિવિલ હોસ્પિટલ અને મેમનગર વિસ્તારમાં બનેલા એક આઇસોલેશન સેન્ટરમાં અમે ખાખરાના પેકેટ આપ્યા છે. 400 જેટલા દર્દીઓને તેઓ ખાખરાના પેકેટ વહેચી ચુક્યા છે. કોરોના મહામારીમાં દર્દીઓને બનતી તમામ મદદ કરીએ છીએ.

માનવ સેવા માટે મેમનગરનું દંપતી ખાખરા લઈને સિવિલ દોડી જાય છે
માનવ સેવા માટે મેમનગરનું દંપતી ખાખરા લઈને સિવિલ દોડી જાય છે