કોર્પોરેટર કી પાઠશાલા:અમદાવાદના કોર્પોરેટરો હવે GPMC એક્ટ ભણશે, રૂ.3.50 લાખના ખર્ચે 200 જેટલા પુસ્તકો ખરીદવામાં આવશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 200 જેટલી બુક ખાનગી પ્રકાશને છાપવા માટે ઓર્ડર આપવામાં આવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલુ ટર્મમાં મોટાભાગના કોર્પોરેટરો નવા છે. કોર્પોરેટરોને મ્યુનિસિપલ કોર્પોરેશન જેના પર કામ કરે છે એવા GPMC એક્ટની માહિતી મળી રહે તેના માટે તેઓને હવે GPMC એક્ટની માહિતી આપતી બુક આપવામાં આવશે. 200 જેટલી બુક્સ કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં આજે 192 કોર્પોરેટરો માટે આ બુકસ ખરીદવાનું તાકીદનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે કોર્પોરેટરોને GPMC એક્ટનું જ્ઞાન મળે અને તેઓ તેનાથી વાકેફ થાય તેના માટે આ પુસ્તકો ખરીદવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આ પુસ્તકો માટે રૂપિયા 3.50 લાખ ખર્ચ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન હવે તેમના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને કાયદા અને સત્તાધિકારીઓ અને અધિકારીઓની જે ફરજો છે. સત્તાઓ છે ઉપરાંત ફરજિયાત અને મરજિયાત ફરજોઠી વાકેફ થાય તે માટે જી પી એમ સી એક્ટની બુક્સ આપવામાં આવશે. 2015 પછીના કેટલાક સુધારા સાથેની 200 જેટલી બુક ખાનગી પ્રકાશને છાપવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે.

લેપટોપ અને ટેબલેટ અને સ્માર્ટ ફોન આપવામાં આવ્યાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ કેટલીક આવી સુવિધા આપવામાં આવી હતી જેમાં લેપટોપ અને ટેબલેટ અને સ્માર્ટ ફોન જેવી અનેક સેવાઓ આપવામાં આવી છે પરંતુ આવા કેટલાક સાધનોનો ઉપયોગ કોર્પોરેટરોના ઘરમાં જ થાય છે તેઓ જાતે ઉપયોગ કરતાં નથી. આજે તાકીદમાં લીધેલું જીપીએમસી એક્ટની બુક વાંચીને કટેલા કોર્પોરેટરો તેની ફરજો અને અધિકારો યાદ રાખે છે તે આગામી સમયમાં જાણ થશે ઉપરાંત આવો ખર્ચો કેટલો યોગ્ય છે તે પણ એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...