અમદાવાદ:કોર્પોરેટરને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પહેલા જ રજા આપી, હેલ્પ લાઈને કહ્યું તમને 4 દિવસથી તાવ નથી એટલે નેગેટિવ છો

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેટર યશવંત યોગી - Divya Bhaskar
કોર્પોરેટર યશવંત યોગી

ગુજરાતમાં સામાન્ય લોકો કોરોના સામે ઝઝુમી રહ્યા છે. તેમજ રાજ્યમાં ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરવા દેવામાં આવતો નથી. આ મામલો હાઈકોર્ટેમાં પહોંચ્યો છે. થોડા દિવસ પહેલા ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પહેલા જ તેમને રજા આપી દેવામાં આવી છે. જેને પગલે તેમણે ટ્વિટ કરી કહ્યું કે, સરકારની કેવી ગાઈડલાઇન છે દર્દી ઘરે પોઝિટિવ હાલતમાં જશે પરિવાર પણ સંક્રમિત થવાના ચાન્સિસ હોવાથી પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરવાની મંજુરી આપો.

આ અંગે યશવંત યોગીએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, મારો 23 તારીખે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મને મેમકો પાસે આનંદ સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે મને ડૉક્ટર કહ્યું કે તમને રજા આપવામાં આવી છે. જેથી મેં હેલ્પલાઇન 104 પર ફોન કર્યો હતો અને તેમને મને જણાવ્યું કે તેમને 4 દિવસથી તાવ નથી આવ્યો એટલે તમે કોરોના નેગેટિવ છો. 

જો મને હજી પોઝિટિવ હશે તો મારા પરિવાર અને મારા સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ અસર થશે: કોર્પોરેટર
તેમણે આગળ કહ્યું કે, આ કેવી ગાઇડ લાઈન કે મને ખબર નથી કે હવે હું નેગેટિવ થઈ ગયો છું. મેં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને ટ્વિટમાં કહ્યું કે હું પોઝિટિવ છું મને પ્રાઇવેટમાં ટેસ્ટ કરવાની મનજુરી આપો. જો મને હજી પોઝિટિવ હશે તો મારા પરિવાર અને મારા સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ તેની અસર થશે, તેમજ અન્ય લોકો સંક્રમિત થઈ શકે છે. 

અન્ય સમાચારો પણ છે...